Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

દહેગામના નહેરુ ચોકડી નજીક ડુપ્લીકેટ ચાવીથી વાહન ચોરી કરનાર રાસલોડ ગામના વાહન ચોરને પોલીસે રંગે હાથે દબોચ્યો

દહેગામ :  દહેગામ શહેરના નહેરુ ચોકડી નજીક ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ પર શાન્વી રેસિડેન્સીમાં રહેતા ન્યૂઝ પેપર એજન્ટની તેમના ફ્લેટ આગળની દુકાન પાસે પાર્ક કરાયેલી કાર તેમજ કોઠારીની હોસ્પિટલ આગળ પાર્ક કરેલ એક્ટિવાની ચોરી થઈ હતી જે અંગેની ફરિયાદ દહેગામ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ચોરી કરનાર શખ્સને ઝડપી પાડયો હતો.આરોપી ઝડપાતા અનેક ચોંકાવનારા રહસ્યો પણ સામે આવ્યા છે. આરોપીને વાહનો ફેરવવાનો શોખ હોવાથી તે ચોરી કાતો હતો. અત્યાર સુધી આરોપી સામે જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં ૩૧ ગુન્હા નોંધાયેલ હોવાની વિગતો સામે આવી છે, પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેગામ શહેરમાં કાર અને બાઇક ચોરી કરનાર શખ્સ ઝડપાયો હતો. આ અંગે ગાંધીનગરના દહેગામ શહેરની નહેરુ ચોકડી નજીક ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ પર શાન્વી રેસિડેન્સી ખાતે રહેતા ન્યુઝપેપર એજન્ટ કિરણકુમાર રમેશચંદ્ર દરજીની ય્વ-૦૧-મ્ઁ-૩૫૧૭ નંબરની ઝેન કાર તેમણે તેમના ફ્લેટ નજીકની દુકાન પાસે પાર્ક કરી હતી. જે કારની ચોરી થઇ જતાં કિરણકુમારે દહેગામ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. જે દરમિયાન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નહેરુ ચોકડી આગળ શંકાસ્પદ હાલતમાં ઊભેલો વ્યક્તિ મળી આવ્યો હતો. જેને પોલીસે નામ પુછતા પોતે સંજય ઉર્ફે લાલો જગદીશ બજાણીયા (રહે- રાસલોડ તા.પ્રાંતિજ જિ. સાબરકાંઠા) વાળો હોવાનું જણાવ્યું હતું. જેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા સંજય ઉર્ફે લાલાએ સાન્વી રેસીડેન્સી આગળ પાર્ક કરેલી કારની ચોરી કરી હોવા ઉપરાંત પંદરેક દિવસ પહેલાં મોડાસા રોડ પર ડો. કોઠારીની હોસ્પિટલ આગળ પાર્ક કરેલ એકટીવાની ચોરી કરી હોવાનું પણ કબૂલ્યું હતું. આરોપીએ કાર ફેરવવાના શોખના કારણે ચોરી કરી હતી અને તેણે અગાઉ અમદાવાદના સોલા વિસ્તારમાથી ઇકો કાર મહેસાણા અને દહેગામ, પેથાપુર,ચિલોડા, શાહીબાગ, લાંઘણજ વિસ્તારમાંથી બાઇક અને કારની ચોરી કરી હોવાનું પણ જણાવ્યું હતું જેથી સામે વિવિધ સ્થળે ચોરીના ૩૧ જેટલા ગુના નોંધાયેલા છે.

(6:06 pm IST)