Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

પાટણમાં આકાશમાંથી અગનગોળા વરસતા લોકો ત્રાહીમામ

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧૪ :.. શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો ૪૬ ડીગ્રીએ પહોંચી ગયો છે જેને લઇ બપોરના સમયે લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્‍યારે શહેરના માર્ગી અસહ્ય ગરમીને કારણે સુમસામ બની જવા પામ્‍યા છે.
પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી ગરમીનો પારો ઉત્તરોત્તર વધતા છેલ્લા ૩ દિવસમાં આગ ઝરતી ગરમીને લઇ તાપમાનનો પારો ૪૬ ડીગ્રી સુધી પહોંચી ગયો છે.
રેકોર્ડ બ્રેક ગરમીને કારણે જીલ્લાનું જનજીવન પ્રભાવીત બન્‍યું છે. તો ગરમીને લઇ બપોરના સમયે શહેરના માર્ગો સુમસામ બની જવા પામ્‍યા છે. પાટણ જીલ્લામાં એકબાજુ લગ્નની મોસમ પુર બહારમાં ખીલી છે. ત્‍યારે બીજી બાજુ આકાશ માંથી ધગધગતી અગનજવાળાઓ વરસી રહી છે. જેને લીધે જનજીવન ભારે અસરગ્રસ્‍ત થયું છે.

 

(3:54 pm IST)