Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

રાજપીપળા ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા અદ્યતન સ્મશાન માટેની કામગીરીની શરૂઆત કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળાના યુવાનો દ્વારા હાલ અદ્યતન સ્મશાન (નવી ગેસની સગડી મુકવાની કામગીરી) નો પ્રોજેકટ તંત્ર અને લોક સહયોગની અપેક્ષાથી હાથ ધરવામાં આવ્યો છે જેથી તેની કામગીર ની  શરૂઆત આજે અખાત્રીજના શુભ દીવસે કરવામાં આવી છે, અંદાજીત 32 લાખ જેવા ખર્ચે આ અદ્યતન સ્મશાન શરૂ થશે તેમ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળાના ગુંજન મલાવીયા ,તેજશભાઈ ગાંધી,ઉરેશભાઈ પરીખ, કૌશલભાઈ કાપડિયા,અજિતભાઈ પરીખ,કેયુરભાઈ ગાંધી,દર્શકભાઈ પરીખ દ્વારા જાણવા મળ્યું છે.
 અત્રે ઉલ્લેખનીય છેકે રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના યુવાનોની માનવતાથી કોવિડ હોસ્પિટલમાં અત્યારસુધી જિલ્લાના જેટલા પણ દર્દીઓ મૃત્યુ પામ્યા છે તેવા તમામની અંતિમક્રિયા રાજપીપળાના કોવિડ સ્મશાનમાં લાકડાની સગડી દ્વારા કરવામાં આવી છે, હવે આ નવીનીકરણ બાદ ગેસની સગડી દ્વારા પણ કરવામાં આવશે.

(10:24 pm IST)
  • શહીદ વીર ભગતસિંહના ભત્રીજા અભય સંધુનું દુઃખદ નિધન થયું છે. કોવિડ માંથી સાજા થયા પછી, તેમની સ્વાસ્થ્ય જટિલતાઓને લીધે તેમનું અવસાન થયું હતું. અભય સંધુ છેલ્લા ઘણા દિવસોથી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. access_time 12:11 am IST

  • દસ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાએ રાડ નખાવી દીધી છેલ્લા દસ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા ૧.૭૯ અને ડિઝલમાં પ્રતિ લિટર રૂ ૨.૦૪ નો વધારો ઝીંકી દેવાયાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. access_time 10:28 am IST

  • કાઠમંડુ : કે.પી.શર્મા ઓલી ફરી એકવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. નેપાળના રાષ્ટ્રપતિ સુ. શ્રી વિદ્યા ભંડારીએ નેપાળના બંધારણ હેઠળ સૌથી મોટા પક્ષના નેતા હોવાના કારણે ઓલીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. નેપાળની સંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિએ ગઠબંધન સરકાર બનાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો, જે આજે પૂરો થયો છે. પરંતુ નેપાળના વિરોધી પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતાં બહુમતી મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને સત્તાનું સુકાન ફરી એકવાર કે.પી.શર્મા ઓલીના હાથમા આવી ગયું. access_time 11:11 pm IST