Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સુંદર પહેલ:વલસાડમાં કેરીની આકૃતિ વાળા ટ્રાફિક પોલીસ બુથ મુકાશે

અકિલા સાથે વાતચીતમાં જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મેંગો સિટી વલસાડની ઓળખને પ્રદર્શિત કરવા માટે આ પ્રયોગ છે જિલ્લા માં ટૂંક સમયમાં બધે મૂકવામાં આવશો આ બુથ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડને મેંગો સિટી તરીકે ઓળખાય છે. જેની આ ઓળખ વિશ્વભરમાં છે. આ ઓળખને પ્રદર્શિત કરવા વલસાડ ડીએસપી ડો રાજદિપસિંહ ઝાલાએ અનોખો પ્રયોગ કર્યો છે. તેમના દ્વારા વલસાડના ટ્રાફિક પોલીસ માટે બનાવેલા બુથ પર કેરી ની આકૃતિ બનાવાઇ છે. વલસાડમાં કેરીની આકૃતિ વાળા આ ટ્રાફિક બુથ આવી ગયા છે. પ્રાથમિક ધોરણે આ બુથ વલસાડ ડીએસપી કચેરી ત્રણ રસ્તા અને તિથલ રોડ ચાર રસ્તા પર મુકવામાં આવશે. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં આવા બુથ મુકવામાં આવશે. વલસાડ ડીએસપી ડો રાજદિપસિંહ ઝાલા સતત નવું ને નવું કરતા રહે છે. ટ્રાફિકના નિયંત્રણ માટે તીથલ રોડ ચાર રસ્તા પર બેલાર્ડ લગાવ્યા હતા. ત્યારબાદ અહીં રોડ પર ખાસ ઝેબ્રા પેઇન્ટીંગ પણ કરાવી છે. અને હવે ટ્રાફિક પોઇન્ટ પર કેરી વાળા પોલીસ બુથ મુક્યા છે. આ પોલીસ બુથ યોગ્ય પહોળાઇ સાથે અને લાઇટ અને પંખાની સુવિધા સાથે મુકાશે.અકિલા સાથે વાતચીત માં જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે મેંગો સિટી વલસાડની ઓળખને પ્રદર્શિત કરવા માટે આ પ્રયોગ છે જિલ્લા માં ટૂંક સમય માં બધે મૂકવામાં આવશો આ બુથ.

(8:01 pm IST)