Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામે સોસાયટીના એક મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.22 લાખનો મુદામાલ ઝડપી ફરાર.....

વડોદરા:જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં આવેલી સિદ્ધ કુટીર સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 1.22 લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મોડી રાત્રે ચોરીના બનેલા બનાવે સોસાયટી સહિત જરોદમાં ચકચાર જગાવી મુકી હતી. બનાવ અંગે વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વાઘોડિયાના જરોદની સિદ્ધ કુટીર સોસાયટી આવેલી છે. સોસાયટીના મકાન નં-8માં કિરીટસિંહ વિક્રમસિંહ ચૌહાણ પરિવાર સાથે રહે છે. મોડી રાત્રે તેઓના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનની પાછળ આવેલ કમ્પાઉન્ડ દિવાલ ઉપરની તારની ફેન્સિંગ કુદીને તસ્કરો ઘૂસ્યા હતા. મકાનના કમ્પાઉન્ડમાં તસ્કરો પ્રવેશ્યા બાદ મકાનની લોખંડની ગ્રીલ તોડી ઘરમાં ઘૂસ્યા હતા અને ઘરમાંથી દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર, બે તોલાની સોનાની ચેઇન તેમજ 150 ગ્રામની ચાંદીની કંદોરી, ચાંદીની લકી તેમજ રોકડ રૂપિયા 2500 મળી કુલ્લે રૂપિયા 1.22 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.

(4:48 pm IST)
  • દેશના અનેક ભાગોમાં તબાહી મચાવી શકે છે વાવાઝોડુ ‘ટૌકતે’ ૧૪ થી ૧૬ મે દરમિયાન કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે : ૨૦મીએ કચ્છમાંથી પસાર થઈ દક્ષિણ પાકિસ્તાન તરફ આ વાવાઝોડુ ફંટાઈ શકે છે access_time 11:29 am IST

  • "સ્પુટનિક-૫" નો પરતી ડોઝનો ભાવ જાહેર થયો: રૂ. ૯૯૫.૪૦ રશિયાથી આવેલી કોરોનાની વેક્સીન "સ્પુટનિક-૫" આવતા સપ્તાહથી ભારતમાં રૂ. ૯૯૫.૪૦ ના ભાવથી મળશે. જુલાઈ મહિનામાં આ રસીનું ઉત્પાદન ભારતમાં શરૂ થશે પછી તેની કિંમતમાં ઘટાડો થશે તેમ જાણવા મળે છે.* access_time 12:52 pm IST

  • કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે રાજ્યમાં કોરોના રસીની અછત અને લોકોને બીજો ડોઝ મેળવવામાં વિલંબ થતો હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ અભય ઓકા અને ન્યાયાધીશ અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું હતું કે રાજ્યમાં માત્ર 11 લાખ રસીઓ બાકી છે, જ્યારે 31 લાખ લોકો રસીના બીજા ડોઝ માટે કતારમાં ઉભા છે. હાઈકોર્ટે રસીની તીવ્ર ઉણપને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે શું રસીનો બીજો ડોઝ લેવો એ મૂળભૂત અધિકાર નથી? access_time 10:48 pm IST