Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

વડોદરા:કરજણ ટોલનાકા નજીક પોલીસે વોચ ગોઠવી મુંબઈથી કારમાં લવાતા ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો

વડોદરા:એક મહિના અગાઉ અમદાવાદ NCBકરજણ ટોલનાકા પર વોચ ગોઠવીને મુંબઇ તરફથી આવતી કારમાંથી 2.99 લાખની કિંમતના 99 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખસની ધરપકડ કરી કરી હતી. ગુનામાં પોલીસની ધરપકડથી બચવા છેલ્લા એક મહિનાથી વોન્ટેડ આરોપી ફૈઝાન અબ્દુલકાદર પટેલ ( રહે - પીરાનપીર દરગાહ , જમાલપુર અમદાવાદ) અત્રેની અદાલતમાં પોતાના આગોતરા જામીન માંગ્યા જામીન અરજી રજૂ કરી હતી બંને પક્ષોની દલીલો બાદ અદાલતે તે અરજ નામંજુર કરવાનો હુકમ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બાતમીના આધારે  કરજણ ટોલનાકા ઉપર વોચ ગોઠવી  મુંબઈ તરફથી આવી રહેલી એક ઇનોવા કારને  અધિકારીઓએ રોકી હતી અને કારમાં સવાર અમદાવાદના ખાડીયા વિસ્તારમાં રહેતા અસલમ અખ્તરખાન પઠાણના સામાનની તલાશી લેતા તેની પાસેથી 99 ગ્રામ MD ડ્રગ્સની પડીકીઓ મળી આવી હતી. જેની કિંમત 2.99 લાખ રૂપિયા છે.

(4:41 pm IST)