Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ડૉ. તેજશ્રીબેન પટેલની ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી તરીકે નિમણૂક

વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલને કાર્યકર્તાઓ, સમર્થકોએ અભિનંદન પાઠવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૂચના અને માર્ગદર્શન મુજબ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. દીપીકાબેન સરડવા દ્વારા પ્રદેશ મહિલા મોરચાના પ્રદેશ મંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલની ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. મહિલા મોરચાના મંત્રી તરીકે ડૉ. તેજશ્રીબેન પટેલની જાહેરાત કરવામાં આવતા ભાજપના હોદ્દેદારો કાર્યકરો મિત્રો પરિવારજનો સમર્થકોએ ફોન કરી અને સોશીયલ મિડીયાના માધ્યમથી અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.

(9:26 am IST)
  • સુ. શ્રી ઇન્દુ જૈન, ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચેરમેનનું દુઃખદ નિધન : તેઓ એક અસાધારણ સ્ત્રી અને ઉદ્યોગસાહસિક હતા, જે આધ્યાત્મિકતામાં ખૂબ રસ ધરાવતા એકદમ અનોખા વ્યક્તિ હતા : ૐ શાંતિ... access_time 10:29 pm IST

  • શહીદ વીર ભગતસિંહના ભત્રીજા અભય સંધુનું દુઃખદ નિધન થયું છે. કોવિડ માંથી સાજા થયા પછી, તેમની સ્વાસ્થ્ય જટિલતાઓને લીધે તેમનું અવસાન થયું હતું. અભય સંધુ છેલ્લા ઘણા દિવસોથી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. access_time 12:11 am IST

  • રાજકોટમાં સાંજે ૫:૧૫ વાગ્યે વાદળછાયુ વાતાવરણ છવાયુ છે : સૌરાષ્ટ્રના સાગરકાંઠે ૧૮મી સુધીમાં વાવાઝોડુ આવવાની જાહેરાત થઈ છે ત્યારે તેની પૂર્વ સંધ્યાઍ રાજકોટમાં આજે બપોર પછી વાદળા મિશ્રીત તડકાનું વાતાવરણ જાવા મળે છે access_time 5:30 pm IST