Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ગરુડેશ્વર માં વિધવા મહિલાને પતિના ઘરમા પ્રવેશવા ના દેતા રાજપીપળા અભયમ ટીમ મદદરૂપ બની

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામના એક વિધવાએ અભયમ 181મહિલા હેલ્પલાઇનમા કોલ કરી  જણાવેલ કે મારા પતિના મૃત્યુ બાદ તેમની સાથે સંબંધ રાખતી મહિલા મારા પતિના મકાનમા પ્રવેશવા દેતી નથી અને ઘરને તાળું માર્યું છે જેમાં મદદ કરવા જણાવતા અભયમ રેસ્ક્યુ વાન રાજપીપલા તાત્કાલિક સ્થળ પર પહોંચી બધા સાથે વાતચીત કરી વિધવા મહિલાને પોતાના ઘર મા પ્રવેશવા બાબતે સમાધાન કરાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ ગરુડેશ્વરની વિધવાના પતિ કેવડિયા ખાતે નોકરી કરતા હોઈ ક્વાટર્સ મા રહેતા હતા અને પત્નીને ગામમા રાખતા હતા,દરમિયાન તેમને ત્યાં એક સ્ત્રી સાથે પરિચય થતા બન્ને સ્ટાફ ક્વાટર્સ મા સાથે રહેતા હતા આ વાતની પત્નીને જાણ થતા તેમણે પતિને આ બાબતે પૂછતાં તેમણે જણાવેલ કે હવે હું પેલી સાથે લગ્ન કરવાનો છું અને તને છુટા છેડા આપીશ જેનો કેસ કોર્ટમા ચાલુ છે તે દરમિયાન પતિનું કોરોના મા મૃત્યુ થતા 13 દિવસ બાદ તેમની સાથે સબંધ રાખનાર સ્ત્રી ગામ મા આવી ઘર ને તાળું મારેલ અને વિધવા ને ધમકાવી ઘર માંથી કાઢી મુકેલ જેથી તેમણે મદદ માટે અભયમ 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતા હેલ્પ લાઈન ટીમે અસરકારક કાઉન્સિલિંગ કરી સૌ ને સંમત કરી વિધવા તેમના પતિના ઘરમા રહેશે તેમ સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.

(10:35 pm IST)