Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

લોકડાઉનમાં પ્રતિબંધોનું કઠોર પાલન કરાવવા પોલીસની વોચ

કોરોનાના સંક્રમણને રોકવા તકેદારીના પગલા : અન્ય નાગરિકોના સ્વાસ્થ્યને જોખમ ઉભુ નહીં થાય તેવી પ્રવૃત્તિ ન કરવા લોકોને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાની અપીલ

અમદાવાદ,તા.૧૪ : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોનાના સંક્રમણને વધુ ફેલાતો રોકવા માટે લૉકડાઉન દરમિયાન જે પ્રતિબંધો લગાવાયા છે તેનું ચુસ્ત પાલન કરાવવા પોલીસ સતત વોચ રાખી રહી છે. નિયમ વિરુદ્ધ કે કાયદા વિરદ્ધના કૃત્યો જે લોકો કરશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. એટલે નાગરિકોને પોતાના તથા અન્યના સ્વાસ્થ્યનું જોખમ ઊભું થાય તેવી પ્રવૃત્તિ કરવા તેમણે અપીલ કરી છે. ઝાએ ઉમેર્યુ કે લૉકડાઉન દરમિયાન વ્યાજબી કારણ વગર લોકોનું ભેગા થવું, પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરવું, બિનજરૂરી રીતે બહાર ફરવા જેવા બનાવો પકડવામાં આવી રહ્યા છે. લૉકડાઉનમાં અગાઉ વાહન પકડાયું હશે તેવા લોકો ફરી વખત બહાર આવશે અને કારણ વગર ફરશે તો તેનું વાહન પુનઃ જપ્ત કરાશે.

         એ રીતે ટુ વ્હીલર પર એક થી વધુ લોકો અને ફોર વ્હીલરમાં બે થી વધુ લોકો મુસાફરી કરતા પકડાશે તો પણ તેની સામે કાર્યવાહી કરાશે. ધાર્મિક સ્થાનો પર એકત્ર થવા અગાઉ અપીલ કરાઈ છે તેમ છતાંય ગઈકાલે અમદાવાદના સાબરમતી ખાતે એક મંદિરમાં આરતી માટે લોકો ભેગા થતા પૂજારી સહિત આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઝાએ ઉમેર્યુ કે લૉકડાઉનમાંથી જેને મુક્તિ આપવામાં આવી છે તેવા વાહનો અથવા વ્યક્તિઓ મુક્તિનો દુરુપયોગ કરે તે માટે પણ પોલીસ સતત નજર રાખી રહી છે. મુક્તિ અંગેના જે પાસ તંત્ર દ્વારા અપાયા છે તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

         ગઈકાલે આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે એક કન્ટેનરમાં ૧૦૫ શ્રમિકોને બેસાડીને રાજકોટથી અન્ય રાજ્યમાં લઇ જવાતા હતા. જેમાં મેડિકલ સપ્લાય કરવાના પાસની આડમાં માણસોની હેરાફેરી થતી હોવાનું જણાતા તે કન્ટેનરના માલિક સામે ગુનો નોંધી વાહન જપ્ત કરાયું છે અને મોકલનારને પણ ગુનામાં સામેલ કરાશે. રીતે રાજ્યના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગઈકાલે પાલનપુર હાઈવે ઉપરથી અંદાજે રૂપિયા એકાવન લાખનો દારૂ ભરેલું કન્ટેનર પકડવામાં આવ્યું છે. જે વાહન પર કોરોના સંક્રમણ અંગેની ઈમરજન્સી સેવાઓ માટેનું ખોટું સ્ટીકર તથા રાજસ્થાન પોલીસનો એક પત્ર આધાર બનાવીને ઇમરજન્સી સેવાની આડમાં દારૂની ગેરકાયદેસરની હેરાફેરી પકડી પાડવામાં આવી છે, તેની સામે પણ ગુનો નોંધાયો છે જ્યારે, રાજકોટ ખાતે પણ બે વ્યક્તિઓ કે જે ખોટા પાસ બનાવીને આંતર જિલ્લા મુસાફરી કરાવવાનો પ્રયાસ કરતાં હતાં તેમની સામે પણ ગુનો નોંધાયો છે તેમ તેમણે ઉમેર્યું છે.

         લૉકડાઉનમાં આંશિક છૂટછાટ આપવાના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આવતીકાલથી કરિયાણા અને શાકભાજીના વેચાણ માટેની છૂટ આપવામાં આવેલ છે તેવી રીતે કેટલાક જિલ્લાઓમાં ઉદ્યોગો પણ શરું થઈ રહ્યા છે ત્યારે લોકો કોરોનાના સંક્રમણથી બચવા કાળજી રાખે તેમ જણાવી શ્રી ઝાએ કહ્યું કે આંશિક છૂટછાટ દરમિયાન નાગરિકો ?સોશિયલ ડિસ્ટન્સ જાળવે અત્યંત જરૂરી છે અને માસ્ક તથા હેન્ડસેનિટાઈઝરનો અવશ્ય ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. લોકોની ભીડ હોય કે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું હોય ત્યાં પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. નાગરિકો તરફથી પોલીસ કન્ટ્રોલ રૂમના ૧૦૦ નંબર ઉપર લોકોની ભીડ હતી કે સોશિયલ ડિસ્ટન્સિંગ થતી હોવાની મળેલી ફરિયાદો સંદર્ભે ગઈકાલે ૩૬ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું

        ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૨૦૪ ગુના નોંધાયા છે. સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૨,૮૪૦ ગુના દાખલ કરીને ૨૩,૨૭૨ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી નેટવર્ક દ્વારા ૧૦૦ ગુના નોંધીને ૧૦૧ લોકોની ધરપકડ કરાઈ છે. રીતે અત્યાર સુધીમાં સીસીટીવીના માધ્યમથી ,૩૧૧ ગુના નોંધીને ,૪૫૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝાએ કહ્યું કે, રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આજદિન સુધીમાં ૭૦૮ ગુનામાં કુલ ૯૭૮  લોકોની અટકાયત કરવામાં આવી છે

        આ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે  આજ સુધીમાં ૭૮૯ ગુના દાખલ કરીને ,૬૧૮  આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા  અત્યાર સુધીમાં  ૭૪૪  એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વિડિયોગ્રાફી, ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (એએનપીઆર), કેમેરા માઉન્ટ ખાસ 'પ્રહરી' વાહન તથા પીસીઆર વાનના માધ્યમથી ગઇકાલથી આજદિન સુધીના ૩૦૫ ગુના મળી કુલ અત્યાર સુધીમાં ,૮૨૩ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

         ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ,૨૧૮ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૭૧૮  ગુના તથા અન્ય ૬૧૬  ગુના મળી અત્યાર કુલ ,૫૫૨  ગુનાઓ દાખલ કરી કુલ ,૨૬૧ આરોપીની અટકાયત કરવામાં આવી છે. સાથે ,૮૨૮  વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ,૬૧,૫૪૧ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ ,૬૭૨ અને અત્યાર સુધીમાં ,૩૪,૬૯૨ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત : પોલીસ કાર્યવાહી

ડ્રોન સર્વેલન્સથી હજુ સુધી ૨૧૦૭૮ અટકાયત

અમદાવાદ,તા.૧૪ : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યભરમાં રેડઝોન સહિતના કન્ટેન્ટમેન્ટ વાળા વિસ્તારોમાં સંક્રમણ વધે નહીં અને અન્ય વિસ્તારોમાં પ્રસરે નહીં તે માટે શક્ય એટલા વધુ ફોર્સથી પૂરતી તકેદારી સાથેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાશે. પેરામિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. લોકડાઉનના અમલ સંદર્ભે પોલીસ વડા ઝાએ ઉમેર્યું કે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રમાણ વધુ છે તેવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાશે.

ડ્રોન સર્વેલન્સથી નવા ગુના

૨૦૪

ડ્રોન સર્વેલન્સથી હજુ સુધી ગુના

૧૨૮૪૦

ડ્રોન સર્વેલન્સથી લોકોની અટકાયત

૨૩૨૭૨

સ્માર્ટસિટી-વિશ્વાસ દ્વારા ગુના

૧૦૦

સ્માર્ટસિટી-વિશ્વાસ દ્વારા અટકાયત

૧૦૧

સીસીટીવી આધારે હજુ સુધી ગુના

૩૩૧૧

સીસીટીવી આધારે હજુ સુધી અટકાયત

૪૪૫૩

સીસીટીવી ફુટેજ આધારે હજુ સુધી ગુના

૭૦૮

સીસીટીવી આધારે હજુ સુધી અટકાયત

૯૭૮

સોશિયલ મિડિયા અફવા સંદર્ભે હજુ સુધી ગુના

૭૮૯

અફવા સંદર્ભે અટકાત

૧૬૧૮

ખોટી માહિતી બદલ હજુ સુધી એકાઉન્ટ બ્લોક

૭૪૪

જાહેરનામા ભંગના ગુના

૨૨૧૮

ક્વોરનટાઈન ભંગના ગુના

૭૧૮

અન્ય ગુનાઓ

૬૧૬

વાહનો જપ્ત કરાયા

૫૮૨૮

વાહનો મુક્ત કરાયા

૫૬૭૨

હજુ સુધી વાહનો મુક્ત કરાયા

૨૩૪૬૯૨

(8:21 pm IST)