Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

સુરતમાં લોકડાઉનમાં પુત્રના બદલે દવા લેવા જતા વૃદ્ધને કારે હડફેટે લેતા ગંભીર ઇજાથી મૃત્યુ

સુરત:લોક ડાઉનના લીધે ગઈકાલે સવારે પુત્રને બદલે જાતે દવા લેવા જતી વખતે સાયકલને કારે ટક્કર મારતા ગંભીર ઇજા પામેલા મહિધરપુરાના વૃદ્ધનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ મહિધરપુરા વિસ્તારમાં ચંદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતા 80 વર્ષીય શ્યામજીભાઇ નાનજીભાઇ પરમાર ગઈકાલે સવારે સાઈકલ પર ડાયાબિટીસની દવા લેવા નીકળ્યા હતા ત્યારે રીંગરોડ કમેલા દરવાજા પાસે હિદાયા મસ્જીદ નજીક કાર ચાલકે સાઇકલ તેમની સાયકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમને ગંભીર ઈજા થતા કારચાલક તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

(6:09 pm IST)