Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

સુરત જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગની ટીમનો સપાટો: 314 કિલો શંકાસ્પદ ગાયના ઘીનો જથ્થો ઝડપાયો

ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોર્ડ તથા સુરત જિલ્લાની સંયુક્ત ટીમ દ્વારા દરોડો

 

સુરત જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગની ટીમે સપાટો બોલાવ્યો છે કડોદરા રોડ પર સારોલીમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાલતી એક પેઢીમાં શંકાસ્પદ 'ગાયના ઘીનો જંગી જથ્થો ઝડપાયો છે પેઢીમાં ગાયના ઘી'નું ઉત્પાદન થતું હોવાની માહિતી આધારે ફૂડ એન્ડ ડ્રગની ટીમો દ્વારા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. પેઢીમાંથી 314 કિલોનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા તેના સેમ્પલ લઇને ફૂડ એન્ડ ડ્રગની ટીમ દ્વારા સેમ્પલ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે

 

    ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર દ્વારા જણાવ્યું કે ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોર્ડ તથા સુરત જિલ્લાની સંયુક્ત ટીમ દ્વારા 12મી મેના રોજ રવિવારના દિવસે સુરત ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરતી પેઢી મેસર્સ એસ. એસ. ટ્રેડર્સ, 10-1, અંબિકા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ, કડોદરા રોડ, સારોલી, સુરત ખાતે આકસ્મિક દરોડો પાડી તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન પેઢીમાંથી શંકાસ્પદ ઘીના ૧૫ કિલોગ્રામના કુલ 21 ટીન મળી આવ્યા હતા.

  માનવજાતના ઉપયોગ અર્થે વેચાણ સારું પેઢીમાં હાજરમાં મળી આવેલા 'દેશી ગાય ઘી'ના ટીનમાંથી કાયદાનુસાર નમૂના લઇ પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. નમુનો લીધા બાદ બાકી રહેલો શંકાસ્પદ ઘીનો કુલ જથ્થો 314 કિલોગ્રામ જેની અંદાજિત કિંમત રૂ.1,00,480 થાય છે

 . પેઢીમાંથી ભૂતકાળમાં પણ ૨૭ જૂન ૨૦૧૫ના રોજ વડી કચેરીની સ્ક્વોર્ડ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  જેમાં દીપ દ્રવ્ય તથા ઇન્ટર એસ્ટરીફાઈડ વેજ ફેટના કુલ 6 નમુનાઓ લેવામાં આવ્યા હતા. જે અપ્રમાણિક જાહેર થતા એડજ્યુડીટીંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કર્યો હતો અને તેમાં કુલ રૂ.5,50,000નો દંડ પણ થયેલો છે. 15 કિલોના કંપની પેક ટીનમાંથી લીધેલા 'દેશી ગાય  ઘી'ના નમુના પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો અહેવાલ આવ્યા બાદ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

 

(12:21 am IST)