Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ખેડા એલસીબીએ છટકું ગોઠવીને કપડવંજ સિવિલ કોર્ટના જુનિયર ક્લાર્કને બે હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા

ખેડા: એસીબીએ આજે કપડવંજ એસટી બસસ્ટેન્ડના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવીને કપડવંજ સિવિલ કોર્ટના મદદનીશ જુનિયર ક્લાર્કને બે હજારની લાંચ લેતાં રંગેહાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર જાગૃત નાગરિક એવા ફરિયાદીના પુત્રવધૂના નામે આવેલ કપડવંજ-મોડાસા રોડ ઉપરની જમીન બાબતે કપડવંજ સિવિલ કોર્ટમાં સામાવાળાઓએ દાવો કર્યો હતો. જેને લઈને સ્થળ સ્થિતિનું પંચનામુ કરવા માટે કોર્ટ દ્વારા આસીસ્ટન્ટ જીનિયર ક્લાર્ક રમીઝ ઈકબાલભાઈ શેખની વરણી કરવામાં આવી હતી. જેથી ફરિયાદીની તરફેણમાં પંચનામુ અને નકશો બનાવી આપવા માટે રમીઝ શેખ દ્વારા ત્રણ હજારની લાંચની માંગણી કરી હતી. જેથી એક હજાર રૂપિયા પહેલા આપી દીધા હતા. બાકીના બે હજાર માટે માંગણી ચાલુ રાખી હતી. જેથી ફરિયાદીએ લાંચના નાણાં આપવા ના હોય ખેડા એસીબીનો સંપર્ક કર્યો હતો અને પોતાની વિગતો જણાવતાં ખેડા એસીબીએ આજે લાંચના છટકાનું આયોજન કર્યું હતુ

(5:26 pm IST)