Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મહુધાના અલીણામાં ઘર નજીક ગાડી પાર્ક કરવા બાબતે સરપંચ સહીત 4 સભ્યો પર સાત શખ્સોનો જીવલેણ હુમલો: ફરિયાદના આધારે તપાસ શરૂ

મહુધા:તાલુકાના અલીણામાં રહેતાં એક ઈસમે તેના ઘરને અડીને પસાર થતાં રસ્તા પર અડચણરૂપ થાય તે રીતે ચાલતું ચણતરકામ બંધ કરાવવા ગયેલ સરપંચ સહિત ગ્રામ પંચાયતની ટીમ પર સાત જણાએ ભેગા મળી લાકડીઓ તેમજ છરા વડે હુમલો કર્યો હોવા અંગેની ફરિયાદ મહુધા પોલીસમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

અંગે મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના અલીણા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ કસાઈવાડામાં જવાના મુખ્ય રોડથી અંદર રહેણાંક વિસ્તારમાં જવા માટેનો રસ્તો આવેલો છે. રહેણાંક વિસ્તારમાં રહેતાં લોકો પોતાના ઘરે આવવા-જવા માટે રસ્તાનો ઉપયોગ કરે છે. જો કે રસ્તાની બાજુમાં આવેલ મકાનમાં રહેતાં ફારૂકભાઈ મહંમદભાઈ શેખ દ્વારા પોતાના મકાનની બાજુમાંથી પસાર થતો રસ્તો બંધ થઈ જાય તે રીતે ચણતરકામ શરૂ કર્યું હોવાથી રસ્તા પરથી અવરજવર કરતાં રહીશો મુશ્કેલીમાં મૂકાયા હતાં. બાબતને લઈ કેટલાક જાગૃત રહીશો દ્વારા ગત તા.--૧૯ ના રોજ અલીણા ગ્રામ પંચાયતમાં લેખિતમાં અરજી કરવામાં આવી હતી. અરજીને ધ્યાને લઈ અલીણા ગ્રામ પંચાયત દ્વારા રસ્તા પર ચણતરકામ કરાવનાર ફારૂકભાઈ મહંમદભાઈ શેખને નોટીસ ફટકારવામાં આવી હતી. જો કે ફારૂકે નોટીસ સ્વીકારી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા અન્ય બે વાર ફટકારેલી નોટીસ ફારૂકે સ્વીકારી હોવાથી આખરે નોટીસ તેના ઘરે ચોંટાડી હતી

(5:25 pm IST)