Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ગાંધીનગરમાં સે-16માં જર્જરિત મકાનોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે

ગાંધીનગર; શહેરના સ્થાપનાકાળથી ઉભા રહેલા નગરના સરકારી મકાનો કાળક્રમે જર્જરીત અને જોખમી થઇ ગયા છે તેમાં વારંવાર રીનોવેશન કરવા છતા તે રહેવાલાયક થયા નથી અને ગમે ત્યારે પડે તેવા મકાનોનો ખાસ સર્વે કરીને તેને ઉતારી લેવા માટે અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત સેક્ટર-૧૬ના અને   કક્ષાના ૧૦૦  બંધ અને જર્જરીત મકાનો તોડી પાડવા માટે લીલીઝંડી આપી દેવામાં આવી છે ત્યારે પાટનગરમાં સે-,૨૯,૩૦ અને સે- બાદ સે-૧૬માં પણ હાઇરાઇઝ્ડ બિલ્ડીંગ ઉભી કરીને સરકારી આવાસોનું નિર્માણ કરાય તો પણ નવાઇ નહીં.

શહેરમાં સ્થિત વિવિધ કક્ષાના આવસો રહેણાંકને લાયક હોવાનું પણ ધ્યાને આવ્યું છે. જ્યારે જુના મકાનો રીનોવેશનના અંતે પણ યોગ્ય થઇ શકે તેમ નહી હોવાનું પણ ચિત્ર સ્પષ્ટ થયું છે. ત્યારે જુના આવાસો તબક્કાવાર જમીનદોસ્ત કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે

(5:25 pm IST)