Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

વડોદરામાં મામાના ઘરે રહેતી 13 વર્ષીય કિશોરી પર સગા મામાની નજર બગડી: હવસ સંતોષી ગર્ભવતી બનાવી દેતા અરેરાટી

વડોદરા:મામાના ઘરે રહીને ભણતી ૧૩ વર્ષની કિશોરી પર ખુદ તેના સગા મામાએ બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી. સયાજી હોસ્પિટલમાં શારીરિક તપાસ દરમિયાન ભાંડો ફૂટકા વારસીયા  પોલીસે બળાત્કારી મામાની ધરપકડ કરી છે

અંગેની મળતી માહિતી મુજબ અમદાવાદ નજીકના એક  ગામમાં રહેતી કિશોરીને તેના મામા અભ્યાસ અર્થે નાનપણથી વડોદરા પોતાના ઘરે લઇ આવ્યા હતા. કિશનવાડી વિસ્તારમાં મામાના ઘરે રહીને ભણતી કિશોરી પર તેના સગા મામાએ દાનત બગાડી હતી, અને છેલ્લા ઘણા સમયથી હવસખોર મામો ભાણીનું શારીરિક શોષણ કરતો હતો. હવસખોર મામા ભાણીને એવી ધમકી આપીને દુષ્કર્મ આચરતા હતા કે કોઇને વાતની જાણ કરીશ તો તને જાનથી મારી નાંખીશ

(5:22 pm IST)