Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ધો. ૧૨ સાયન્સમાં બે વિષયની પૂરક પરીક્ષા લેવા વિચારણા

રાજકોટઃ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ તા. ૯મીએ જાહેર થયુ છે. પરિણામ ૭૧.૯૦ ટકા આવેલ છે. હાલના નિયમ મુજબ ૧ વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થી જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકે છે. શિક્ષણ ક્ષેત્રમાંથી આવેલી રજૂઆતને ધ્યાને લઈ સરકારે એકના બદલે બે વિષય સુધીની પરીક્ષા લેવાની છૂટ આપવાની વિચારણા હકારાત્મક રીતે શરૂ કર્યાનું જાણવા મળે છે. આ અંગે ગણતરીના દિવસોમાં જ નિર્ણય થાય તેવી સંભાવના છે. ધો. ૧૨ સાયન્સમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમાના મોટાભાગના રસાયણ શાસ્ત્ર અને જીવ વિજ્ઞાનના વિષયના હોવાનું બહાર આવેલ છે. બે વિષય સુધી નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપીને પાસ થઈ જાય તો તેનુ વર્ષ બચી શકે છે અને ઉચ્ચ અભ્યાસ માટે પૂર્ણ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓની શ્રેણીમાં સ્થાન પામી શકે છે. સરકાર બે વિષયની પરીક્ષાની છૂટ અંગે વિદ્યાર્થીઓને રાહતરૂપ સમાચાર આપવાના મૂડમા છે.

(3:53 pm IST)