Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

કાલે ચેન્નાઇમાં મોડેલ મત ગણતરી કેન્દ્રની તાલીમઃ વિક્રાંત પાંડે, ઉદિત અગ્રવાલ ભાગ લેશે

પ્રશિક્ષણ માટે ગુજરાતના ૬ અધિકારીઓની પસંદગી

રાજકોટ તા. ૧૪ :.. ભારતના ચૂંટણી પંચ દ્વારા તામીલનાડુના ચેન્નાઇ ખાતે કાલે તા. ૧પ મીએ મોડેલ કાઉન્ટીંગ સેન્ટર બાબતે વર્કશોપ યોજવામાં આવેલ છે. જેમાં ગુજરાતના ૬ ઉચ્ચ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. આ અધિકારીઓ ગુજરાત પરત આવીને મત ગણતરી સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ કેન્દ્રને મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનું નકકી થયું છે.

કાલના વર્કશોપમાં જે અધિકારીઓને ભાગ લેવા માટે અપેક્ષિત ગણવામાં આવ્યા છે. તેમાં અમદાવાદના કલેકટર વિક્રાંત પાંડે, પંચમહાલના કલેકટર ઉદિત અગ્રવાલ, મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના અધિક કલેકટર એન. ડી. પરમાર, નાયબ કલેકટર બી. એમ. જોટાણિયા, પ્રોજેકટ મેનેજર પ્રિતેશ ટેઇલર અને બનાસકાંઠાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરનો સમાવેશ થાય છે.

(3:42 pm IST)