Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

હિટવેવઃ રવિવારથી ૪૩-૪૪ ડિગ્રી આકરી ગરમી માટે તૈયાર રહેજો

આગામી ત્રણ-ચાર દિવસ હજુ ગરમીમાં થોડી રાહત રહેશે

અમદાવાદ તા. ૧૪ : શહેર સહિત રાજયમાં તાજેતરમાં દેશના ઓડિશા રાજયમાં ફુંકાયેલા ફેની વાવઝોડાના પગલે હવામાન પલટાયું હતું રાજયના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસદા પડયો હતો તેમજ ગરમીની તીવ્રતાનું પ્રમાણ ઘટયું હતું. જો કે આગામી દિવસોમાં ગરમીની તીવ્રતા વધતી જશે. રવિવારે ૪૩-૪૪ ડિગ્રી આકરી ગરમી પડવાની શકયતા છ.ે

પશ્ચિમમાંથી ઉત્તર-પશ્ચિમ દિશા ધરાવતા પવન ફુંકાતા રાજયનું વાતાવરણ સુકું બન્યું છે. તેમજ ગરમીના પ્રમાણમાં વધારો નોંધાયો છ.ે ગઇ કાલે રાજકોટમાં ૪ર.૩ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ૪ર ડિગ્રી જેટલો ઉંચકાયો હતો અમદાવાદમાં ૪૧.૮ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

દરમિયાન આજે સવારે શહેરમાં ગરમીનું પ્રમાણ સહેજ ઓછું હતું. શહેરમાં આજે ર૬.ર ડિગ્રી સેલ્શ્યિસ લઘુતમ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી ઓછું હતું. આજે દિવસ દરમિયાન ગરમીનો પારો ૪૧-૪ર ડિગ્રીની વચ્ચે રહે તેવી શકયતા છે. આગામી બે ચાર દિવસ સુધી અમદાવાદ સહિત રાજયભરમાં ગરમીની તીવ્રતા યથાવત રહેશે, પરંતુ  રવિવાર બાદ ગરમીનો પારો ઉચકાશે.

સ્થાનિક હવામાન વિભાગની આગાહી કહે છેકે આગામી  રવિવારથી તા. ર૩ મે મંગળવાર સુધી ગરમીનો પારો ઉંચાઇને ૪૩ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના હોઇ શહેરીજનોએ  આકરા તાપમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે.

(3:41 pm IST)