Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

અમદાવાદમાં ગરમીનાં કારણે રોગચાળો વધ્યો; છેલ્લા 11 દિવસમાં 666 દર્દીઓ દાખલ

ઝાડાઉલ્ટીના 435, કમળાના 73 અને ટાઈફોઈડના 158 કેસ નોંધાયા

અમદાવાદમાં ગરમીના કારણે રોગચાળો વધ્યો છે ચાલુ મહીનાના છેલ્લા 11 દિવસમાં ઝાડાઉલ્ટીના 435, કમળાના 73 અને ટાઈફોઈડના 158 મળીને 666 જેટલા દર્દીઓ તો મ્યુનિ. હોસ્પિટલોમાં દાખલ થયેલા છે. હાલ બરફના ગોળા, હલકા પ્રકારના શરબત, કાપેલા ખુલ્લાં ફળો, ભેળસેળવાળો કેરીનો રસ, ગંદી જગ્યામાં કઢાતો શેરડીનો રસ, લારી પર વેચાતો વાસી નાસ્તો વગેરેના કારણે ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફેલાય છે.

 મેલેરિયાના 97, ફાલ્સીપેરમના 9 અને ચિકનગુનિયાનો 1 મળીને 107 દર્દીઓ સારવાર માટે મ્યુનિ. હોસ્પિટલોમાં દાખલ થયા છે. જ્યારે મ્યુનિ.ના હેલ્થ વર્કરોએ મેલેરિયા જેવા લક્ષણો ધરાવતાદર્દીઓના લોહીના અને ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા 171 દર્દીના સીરમના નમૂના ચકાસણી માટે લેવાયા છે.

(1:20 pm IST)