Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મોડાસાના ખંભીસર ગામમાં વરઘોડા વિવાદ વેળાએ ડીવાયએસપી ફાલ્ગુની પટેલે પીતો ગુમાવ્યો : અપશબ્દો બોલ્યા : વિડિઓ વાયરલ

પોલીસે રક્ષણ આપવાને બદલે લાઠીઓ વરસાવ્યાનો આરોપ ; દાદાગીરી કરવાના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરવા માંગણી

 

 અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિનાં સમાજના વરઘોડાનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં આજે સવારે વરરાજાનો પોલીસ બંદોબસ્ત વચ્ચે વાજતે ગાજતે વરઘોડો ગયો હતો. વિવાદ વચ્ચે DySP ફાલ્ગુની પટેલનો એક વીડિયો વાયરલ થયો છે.

   વીડિયોમાં DySP અનુસૂચિત જાતીનાં અગ્રણીને ધમકાવતા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. વીડિયોમાં ફાલ્ગુની પટેલે જાહેરમાં અપશબ્દો બોલ્યા હતાં.

   ઘટના બાદ સમાજ દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસે રક્ષણ આપવાની જગ્યાએ લાઠીઓ વરસાવ્યા હોવાનો સમાજના અગ્રણીએ આરોપ લગાવ્યો છે. સાથે જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે 

   બીજીતરફ વરરાજાનાં પિતાએ પણ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે જો અમને પોલીસ પ્રોટેક્શન કાલે મળી ગયું હોત તો અમારા ઘરે લગ્ન શાંતિથી પતી ગયું હોત. વરરાજાનાં કાકાએ પણ ડીવાયએસપી ફાલ્ગુની પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે અમારા લોકો પર લાઠીચાર્જ કરાવીને માર માર્યો છે.

(1:08 am IST)