Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

જાહેર ક્ષેત્રની બેંકોની બેડ લોન અધધ વધી : 11 બેંકોની એનપીએ કુલ એસેટ્સ કરતા વધુ

 

નવી દિલ્હી:દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની બેડ લોન દોઢ ગણી વધી છે. માર્ચ 2015ના અંતે બેડ લોનનું પ્રમાણ 2.67 લાખ કરોડ રૂપિયા હતુ જે માર્ચ 2018ના અંતે 6.89 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

   ભારતની જાહેર ક્ષેત્રની કુલ 21 બેન્કોમાંથી 11 બેન્કોની કુલ એનપીએ તો તેમની કુલ એસેટ્સના 15 ટકા કરતાં વધારે છે. પંજાબ નેશનલ બેન્કમાં થયેલી 13,000 કરોડ રૂપિયાની છેતરપિંડીના પગલે રિઝર્વ બેન્કે સ્ટ્રેસ્ડ એસેટ્સવાળી 11 બેન્કોને સ્ક્રુટિની હેઠળ મૂકી છે. હજી બીજી પાંચ પીએસયુ બેન્કો તેમા જોડાઈ શકે છે.

   વર્ષે ફેબ્રુઆરીમાં કૌભાંડ બહાર આવ્યા પછી પીએસયુ બેન્કોના ખાનગીકરણની માંગે વેગ પકડ્યું છે. અન્ય સુધારણાના પગલા તરીકે રિઝર્વ બેન્કે બેન્કોની ધિરાણ પ્રવૃત્તિ મર્યાદિત કરી દેશે. નવી શાખાઓ ખોલી નહીં શકે અને નવી ભરતી તે નહીં કરી શકે.

   ભારતીય કંપનીઓ અને વ્યક્તિઓ પર પીએસબી બેન્કોના 4.1 લાખ કરોડના લેણા નીકળે છે. જો એનપીએ પૂરેપૂરી મેળવી શકાય તો આઠ રાજ્યોના ખેડૂતોના કૃષિ ધિરાણને બાદ કરી શકાય તેટલી રકમ તે થાય છે. નોન પ્રાયોરિટી સેક્ટરની બેડ લોન 22 ગણી વધી છે.

(11:50 pm IST)