News of Tuesday, 15th May 2018

ફરી અેક વાર ગેરકાયદે સિંહ દર્શનનું કારસ્તાન બહાર આવ્યુંઃ મારણ માટે વાછરડાને બાંધી રાખ્યુઃ વાયરલ થયેલ વીડિયો ઉના પંથકનું હોવાની શંકા

અમદાવાદઃ ફરી અેકવાર વાછરડાને બાંધી રાખીને ગેરકાયદેસર સિંહ દર્શન કરાતુ હોવાનો વીડિયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે. આ વીડિયો ઉના પંથકનો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ પહેલા પણ ધારીમાં શૂટ થયેલો વીડિયો વાયરલ થયા પછી સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

લેટેસ્ટ વાયરલ વીડિયોમાં જણાઈ રહ્યું છે કે, વાછરડાને ખૂંટી સાથે બાંધી દેવામાં આવ્યું છે અને જ્યારે સિંહ તેની તરફ આવે છે ત્યારે અમુક લોકોનો ગુજરાતીમાં વાતચીત કરતો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. આ ક્લિપ અભયારણ્ય વિસ્તારની બહાર શૂટ કરવામાં આવી હોવાને કારણે સિંહોના મોનિટરિંગ પર પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.

જંગલ ખાતાના અધિકારીઓ જણાવે છે કે, વીડિયો જોઈને લાગે છે કે તે ઉનાનો રેવન્યુ વિસ્તાર છે. વીડિયોના અંતમાં કોઈ રેકોર્ડ આપવાની વાતચીત થાય છે તેના પરથી લાગે છે કે બની શકે કે કોઈ ગાઈડ વૉકી-ટૉકી હેન્ડસેટ સાથે ત્યાં હાજર હશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસમાં પણ વાછરડાને બાંધી દેવામાં આવ્યુ હતું જેથી સિંહ તેના પર હુમલો કરી શકે. રેવન્યુ એરિયામાં રહેલા ખેડૂતો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં શામેલ હોય છે.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડિપાર્ટમેન્ટના પૂર્વ અધિકારીના દીકરા સોહિલ ગરાનાની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકારની ઘટનાઓની તપાસ કરી રહેલા જંગલ ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે, તેમને આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા 7 લોકો પાસેથી લગભગ 200 જેટલા આવા વીડિયો મળી આવ્યા હતા. ઈન્વેસ્ટિગેટર જણાવે છે કે, બીટ ગાર્ડ્સ અને ગાઈડ્સની મદદથી સોહિલ જેવા લોકો એવા પરિવારોનો સંપર્ક કરે છે, જેમને સફારી દરમિયાન અભયારણ્યમાં સિંહ જોવા ન મળ્યા હોય. આ લોકો ફાર્મહાઉસના માલિકો અને હોટલ સ્ટાફના પણ સંપર્કમાં હોય છે, જે ટૂરિસ્ટ્સને વીડિયો બતાવીને સિંહ બતાવવાની લાલચ આપે છે.

ગેરકાયદેસર રીતે સિંહદર્શન માટે ટૂરિસ્ટ પાસેથી 5000થી 10000 સુધીનો ચાર્જ લેવામાં આવે છે. જો ટૂરિસ્ટ સિંહનો શિકાર શૂટ કરવા માંગતા હોય તો તેમની પાસેથી 10,000થી 15000 સુધી વસુલવામાં આવે છે. ગ્રુપમાં કેટલા સભ્યો છે તેના આધારે ચાર્જમાં વધ-ઘટ થતી હોય છે.

(6:39 pm IST)
  • હરભજનસિંહ પોતાની પત્ની ગીતા બસરા સાથે અજમેર પહોંચ્યો :ગરીબ નવાઝ દરગાહમાં ચાદર ચડાવી :ભજ્જીએ પુત્રી હીનાયા સહીત પરિવાર સાથે સૂફી સંત ખ્વાઝા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહમાં જિયારત કરી મખમલી ચાદર ચડાવી access_time 1:16 am IST

  • ધીમે ધીમે ડીઝલ પેટ્રોલના ભાવ વધવા હવે શરૂ થઇ ગયા : મોદી સરકારે કર્ણાટકની ચૂંટણી પુરી થયે હવે ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવો વધારવા મંજૂરી આપી છે. ધારણા હતી કે દોઢ રૂપિયા જેવો વધારો થશે પરંતુ ગઇકાલે દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલના ભાવ ૧૭ પૈસા વધીને રૂ. ૧૪.૮૦ અને ડીઝલના ભાવ ૧ લીટરના ર૧ પૈસા વધીને ૬૬.૧૪ રૂ. થયાનું ન્યુઝ ફર્સ્ટનો હેવાલ જણાવે છે. access_time 11:39 am IST

  • હવે શસ્ત્રોનું સ્વદેશીકરણ : સ્વદેશી દારૂગોળા બનાવશે સેના : 15 હજાર કરોડની યોજનાને અંતિમરૂપ અપાયું : વિદેશ પરની નિર્ભરતા ઘટાડાશે : મહત્વકાંક્ષી યોજનામાં 11 ખાનગી કંપનીઓનો સમાવેશ કરાશે : તમામ મોટા હથિયારો માટે ઇન્વેન્ટરી બનાવાશે : પ્રારંભિક તબક્કે કેટલાક પ્રકારનાં રોકેટ, હવાઇ સંરક્ષણ પ્રણાલી, તોપો, બખ્તરબંધ ટેંકો, ગ્રેનેડ લોન્ચર અને અન્ય માટે દારૂગોળાનું ઉત્પાદન કરાશે : પરિણામો બાદ વધુ સંશોધન કરવામાં આવશે access_time 12:52 am IST