Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

સુરતમાં મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ

સુરતઃ સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસની સરકારી મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને લઈને ભાગદોડ મચી ગઈ હતી. આખા ફ્લોરમાં ધુમાડો ભરાઈ જતા સ્ટુડન્ટને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગને જાણ થતા કાફલો દોડી આવ્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસની મેડિકલ કોલેજમાં આવેલા માઈક્રોબાયોલોજી વિભાગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી જવા પામી હતી. આગના પગલે આખા ફ્લોરમાં ધુમાડો ભરાઈ ગયો હતો. અને સ્ટુડન્ટને ફ્લોર પરથી નીચે ઉતાર્યા હતા. દરમિયાન ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. અને તમામ બારી-બારણાઓ ખોલી નાખી ધુમાડાને બહાર કાઢી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા કોલેજના ડીન પણ દોડી આવ્યા હતા.

(6:04 pm IST)