Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

વિસનગરના ખેરાલુમાં જમીનની માંગણી કરી 60 વર્ષીય વુર્દ્ધની કરપીણ હત્યા

વિસનગર: ખેરાલુ તાલુકાના સદીકપુરમાં રહેતી 60 વર્ષિય વૃદ્ધાને તેના પાડોશમાં રહેતા શખસે શનિવારે સાંજે જમીન અમને આપી દો તેમ કહી ઉશ્કેરાઇ જઇ માથામાં ધોકો મારતાં મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સદીકપુર ગામના ઠાકોર વાસ્તુજી કાનાજીએ નવ વર્ષ અગાઉ લીમડી ગામની સીમમાં ઠાકોર પબાજી ચેહરાજી પાસેથી 30 ગુંઠા જમીનની ખરીદી કરી હતી.

જ્યાં વાસ્તુજીના પાડોશમાં રહેતા ઠાકોર રેવાજી વિરાજીને પણ આ જમીન ખરીદવી હોવાથી વાસ્તુજી સાથે વારંવાર તકરારો થતી હતી. શનિવારના રોજ વાસ્તુજી તેમના પરિવાર સાથે કુટુંબીની જાનમાં વરેઠા ગામે ગયા હતા જ્યારે તેમની 60 વર્ષીય માતા અમથીબેન ઘરે એકલા હતા.

(6:04 pm IST)