Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ઉંજાં હાઇવે પર અજાણ્યા વાહનની હડફેટે બે મોતને ભેટ્યા

ઊંઝા:ના સુણકથી વિસલવાસણા વચ્ચે ગોળાઈમાં આજે સાંજે અજાણ્યા વાહનચાલકે એક્ટીવા અનેસ્કૂટર ચાલકને અડફેટે લેતા અકસ્માતમાં સુણોક અને પાટણના બે વ્યક્તિના મોત નિપજ્યા છે. અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. અકસ્માતમાં પાંચ વર્ષના બાળકને ગંભીર ઈજાઓ થતાં મહેસાણા ખસેડવામાં આવ્યો છે.
સાંજે સુણકના ૪૫ વર્ષીય પરમાર મુકેશ શંકરભાઈ પોતાની પુત્રીના ભાણીયા સાથે પાટણ તરફથી સુણક ઘરે પરત ફરી રહ્યા હતા અને આજ સમયે પાટણના એક્ટીવા ચાલક ગિરીશ પ્રજાપતિ પણ રોડ ઉપર પાટણ તરફ પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે   બંને ટુ વ્હીલર એક્ટીવા અને સ્કૂટરને અડફેટે લઈ ટક્કર મારી અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. ગરમીને કારણે ટ્રાફીક મર્યાદિત હતો.

(6:02 pm IST)