Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ગત વર્ષની સરખામણીએ અરવલ્લીમાં બાળમરણમાં 539 શિશુનો વધારો

અરવલ્લી: જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે માતૃ મરણમાં ઘટાડો નોંધાયો છે.પરંતુ તેની સામે ગત વર્ષે નોંધાયેલ ૫૨૪ બાળ મરણના કેસમાં નોંધપાત્ર વધારા સાથે ચાલુ વર્ષે ૫૩૬ બાળકોનું બાળ મરણ થતાં જ તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવાઈ હતી અને જિલ્લા કલેકટર દ્વારા બાળ મરણ અને માતૃ મરણના કારણોનું મૂળ શોધવા અને નિવારવા જરૃરી એકશન પ્લાન બનાવવા આરોગ્ય વિભાગને જરૃરી સુચનાઓ અપાઈ હતી.
જિલ્લામાં ગત વર્ષે ૫૨૪ નવજાત બાળકોના મોત નીપજયા હતા.જન્મ સમયે બાળકનું ઓછું વજન,જન્મ સમયે શ્વાસ નળીમાં પાણી ભરાઈ જવું, અધૂરા માસે બાળકનો જન્મ અને જન્મ સમયે નીમોનીયા જેવી ગંભીર બીમારી જન્મજાત શીશુના મોતનું કારણ બનતું હોવાનું જિલ્લા એપેડેમિક ઓફીસર ર્ડા.પ્રવીણ ડામોરે જણાવ્યું હતું. ચાલુ વર્ષે જિલ્લામાં ૫૩૬ બાળકો જન્મ બાદ મૃત્યુ પામ્યા હતા.

(6:01 pm IST)