Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ખેડાના સંધાણા નજીક બાઈક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા ચાલકનું મોત

ખેડા:નેશનલ હાઈવે નં. ૮ ઉપર આવેલા સંધાણા નજીક આજે બપોરે મોટરસાયકલ ડીવાઈડર સાથે અથડાયું હતું. જેથી ગંભીર રીતે ઘવાયેલ બાઈક ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ ઈસમને ઈજા થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા ખોડિયાર ટેકરા નજીક રહેતા સુનિલ ઉર્ફે શૈલેષ ભીખાભાઈ રાવળ આજે બપોરે મોટર સાયકલ નં. જીજે ૨ એક્સ ૭૧૪૬ ઉપર જયેશભાઈ વાઘેલાને બેસાડી ખેડાથી નડિયાદ તરફ જઈ રહ્યા હતા. આ દરમ્યાન નેશનલ હાઈવે નં. ૮ સંધાણા બ્રીજ ઉતરતા મોટર સાયકલ ડીવાઈડર સાથે અથડાયા બાદ રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. જેથી બાઈક ચાલક સુનિલભાઈ રાવળ (ઉંમર ૧૮ વર્ષ)ને ડાબા જડબામાં, નાકમાં તેમજ મોઢા ઉપર ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલ જયેશ ઈશ્વરભાઈ વાઘેલાને ફ્રેક્ચર થયું હતું. આ બનાવની જાણ થતા માતર પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ઘરી હતી.
આ બનાવ અંગે દિલીપભાઈ બચુભાઈ રાવળની ફરિયાદ આધારે માતર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(6:01 pm IST)