Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

નડીઆદમાં નવ ચીલઝડપ કરનાર આણંદનો ફારૂક ઝડપાયો

સોની બજારમાં દાગીના વેચવા આવતાં એલસીબી પોલીસે દબોચી લીઘો : ૭૬,૨૦૦નો મુદ્દામાલ જપ્ત

નડિયાદમાં વિવિધ સોસાયટી તથા રસ્તાઓ ઉપર જતી આવતી વૃદ્ઘ મહિલાઓના ગળામાંથી સોનાના ચેન લૂંટી ફરાર થઈ જનાર શખ્સને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સોની બજારમાંથી ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.

 


  મળતી વિગત મુજબ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, અગાઉ લૂંટના ગુનાઓમાં પકડાયેલો ફારૂક જલાલુદ્દીન લુહાર (રે. આણંદ, સો ફુટ રોડ, આનંદ સોસાયટી)નાઓ ચેઈન સ્નેચીંગ કરે છે અને આણંદના સોની બજારમાં લૂંટેલા દાગીના વેચવા માટે આવનાર છે. જેથી પોલીસે આણંદના ટાવર બજાર પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન એક એવીયેટર નંબર જીજે-૨૩, બીજી-૩૦૭૭ ઉપર ફારૂક લુહાર આવી ચઢતાં પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે લોટીયા ભાગોળ તરફ ભાગ્યો હતો. પરંતુ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો અને તેની અંગજડતી તેમજ એવીયેટરની તપાસ કરતાં સફેદ રૂમાલમાં પેન્ડલ સાથેનું મંગળસુત્ર એક ચેઈન મળી આવી હતી. જે અંગે આધાર પુરાવા માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો જેથી તેને એવીયેટર સાથે આણંદ એલસીબી પોલીસ મથકે લાવીને આકરી પુછપરછ કરતાં આ સોનાના દાગીના નડીઆદમાં કરેલી ચેઈન સ્નેચીંગના હોવાની કબુલાત કરી હતી.

(11:06 am IST)