Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

હવે કિડની, લીવર, હૃદય સહિતના અંગો સરળતાથી મળી શકશે:સરકાર દ્વારા બ્રેઇનડેડ કમિટી બનાવાઈ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સરકારેબનાવેલ કમિટીને બ્રેઇનડેડ ડિક્લેર કરવાની સતા

અમદાવાદ :હવે કિડની, લીવર, હૃદય અને અન્ય અંગો સરળતાથી મળી શકશે આ પ્રકારની બીમારીને લઈને દર્દીઓની હાલત કફોડી હોય છે અંગદાન વિષે અનેક જાગૃતિ બાદ પણ કેડેવર ઓછા મળતા હવે સરકાર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે એક બ્રેઈન ડેડ કમિટીની રચના કરાઈ છે જેથી જરૂરિયાતમંદ દર્દીઓને અંગ મળી રહે.

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સરકારે બ્રેનડેડ કમિટિની રચના કરી છે જેને દર્દીને બ્રેનડેડ ડિક્લેર કરવાની સત્તા અપાઈ છે કમિટિને વેન્ટિલેટર પર મૂકાયેલા ગંભીર દર્દીમાં કોઈ બચવાની શક્યતા નહીં દેખાય ત્યારે કેટલાક ન્યુરોલોજીકલ ટેસ્ટ કરશે અને ત્યારબાદ દર્દીને બ્રેનડેડ ડિક્લેર કરાશે.
   કમિટિ દ્વારા એક વખત બ્રેનડેડ ડિક્લેર કરાયા બાદ દર્દી પોતાના સ્વજનના અંગોનું સરકારી હોસ્પિટલમાં દાન કરી શકશે. આ પ્રોગ્રામ વ્યવસ્થિત ચાલશે તો એક પણ કિડની અથવા લિવર ફેલ્યોર દર્દીને લાઈવ ડોનરની જરૂર નહીં રહે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને ઈન્ફેક્શનના કારણે ગુજરાતમાં કિડની ફેલ્યોર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આવા દર્દીઓને જીવાડવા ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ હોય છે. જે દર્દીનું લિવર ખરાબ થયું હોય તેના માટે તો એક માત્ર પ્રત્યારોપણનો જ વિકલ્પ રહેલો છે. આવી સ્થિતિમાં ઘરના કોઈ સભ્ય પોતાની એક કિડની અથવા લિવરનો થોડોક ભાગ સ્વજનને આપતા હોય છે. જેને આપણે લાવઈ ઓર્ગન ડોનેશન કહીશું, પરંતુ જ્યારે પરિવારમાંથી અંગ દાન કરનાર ન મળે એવા સંજોગોમાં દર્દીઓને કેડેવર (દાનમાં મળતા અંગ) ની રાહ જોવી પડે છે.

   સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં હંમેશા કેડેવર માટે ૩૦૦થી વધુ દર્દીઓની યાદી હોય છે. આ એવા દર્દીઓ છે જેઓ બ્રેનડેડ દર્દીના અંગો મળશે એવી આશા સાથે રાહ જોઈને બેઠા હોય છે.

   એક તરફ કિડની, લીવર, ની માંગ સાથે ટ્રાન્સપ્લાન્ટ માટે એક લાંબુ લચક લિસ્ટ છે જેમાં વેટીંગ કરવામાં દર્દી ઘણી વખત મૃત્યુ પામે છે પરંતુ તેને જરૂરી અંગ નથી મળતુંઅંગદાન માટે અનેક જાગૃતિ અભિયાન છતાં પણ લોકોમાં જાગૃતિ ઓછી છે ત્યારે હવે બ્રેઈન ડેડ કમિટી ની રચના પછી જો રેગ્યુલર કેડેવર મળે તો ખરેખર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ની એક નવી સિદ્ધિ થશે જ્યાં સૌથી વધુ ટ્રાન્સપ્લાન્ટ થતા હશે અને વેઇટિંગ લિસ્ટ બિલકુલ નહિ હોય.

(9:05 am IST)