Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

અમદાવાદમાં યુવાનોએ કરી વૃદ્ધાશ્રમમાં મધર્સ ડેની ઉજવણી: વૃદ્ધોનું કરાયું સન્માન :ઘરડાઘરમાં લાગણીઓ છલકાઈ

અમદાવાદ :આજે મધર ડે નિમિતે અમદાવાદના યુવાનોએ અનુકરણીય પહેલ કરી હતી વૃધ્ધાશ્રમમાં મધર ડેની ઉજવણી કરીને વ્રુધ્ધોનું સન્માન કર્યું હતું સંતાન માતા પિતાને તરછોડે છે, ત્યારે સુખ માતાને છોડીને જતુ રહે છે, અને ઘરડા માબાપનો સહારો બને છે વૃદ્ધાશ્રમ.ત્યારે મધર્સ ડે નિમિતે એક યુવાનોના ગ્રુપે વૃદ્ધાશ્રમમાં આવી મધર્સ ડેની ઉજવણી કરી હતી  વૃદ્ધાશ્રમમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને વૃદ્ધો માટે ખાસ સંગીત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

 અમદાવાદી યુવાનિયાઓ દ્વારા મધર્સ ડે ની ઉજવણી કઈંક અલગ રીતે કરી. મધર્સ ડે ના દિવસે યન્ગસ્ટર્સ પહોંચી ગયા ઘરડા ઘરમાં અને બાળકો દ્વારા તરછોડાયેલ માતાઓ સાથે ઉજવણી કરી આશીર્વાદની સાથે એક નવી દિશા પણ સૂચવી.હતી 

    એક વાસ્તવિકતા પ્રમાણે માનવ નું સર્જન માં થી થાય છે એટલે કે જે માતા પોતાના બાળકને નવ મહિના પોતાની કૂખમાં ઉછેર કરે અને જન્મ આપે ત્યારે તે માનવ થાય છે. ત્યારે માં વિષે અનેક સાહિત્યકારોએ લખ્યું છે પરંતુ પુસ્તકીય જ્ઞાન માટે અભ્યાસ પૂરતું સીમિત રહે તે એક કમનસીબી છે. બાકી શહેરમાં આજે 30 જેટલા ઘરડાઘર ના હોત. જો સંસ્કૃતિ પ્રમાણે દેખિયે તો માતૃ દેવો નમઃ ત્યારેજ સાર્થક થાય જ્યારે ઘરડાઘરમાં કોઈ માં ને રહેવું ન પડે. આજે જ્યારે વિશ્વ મધર્સ ડે મનાવી રહ્યું છે ત્યારે એક આશાની કિરણ અમદાવાદી યન્ગસ્ટર્સ માં જોવા મળી છે જેઓ આજે મધર્સ ડે ની ઉજવણી જીવન સંધ્યા ઘરડાઘરમાં કરી.

    આજે જ્યારે સંખ્યાબંધ માતાઓ પોતાના બાળકો અને ઘરથી તરછોડાઈને ઘરડાંઘરને આશ્રિત થાય છે. ત્યારે ઘરડાઘરમાં રહી ને પણ પોતાના બાળકો માટે શુભકામનાઓ આપતી હોય છે કહેવાય છે કે છોરું કછોરું થાય માવતર કમાવતર ના થાય. પરંતુ એક દુઃખની લાગણી અને ભારે નિરાશાઓ વચ્ચે જ્યારે આજે યન્ગસ્ટર્સ મધર્સ ડે ની ઉજવણી કરવા જીવન સંધ્યા પહોંચ્યા ત્યારે માતાઓમાં હતાશાની સાથે આશાનું કિરણ પણ જોવા મળ્યું કારણે કે યંગસ્ટર્સમાં દીકરીઓ દ્વારા આજે માતાઓનું પૂજા કરવામાં આવી માતાઓ આશીર્વાદ આપ્યા કે દીકરીઓ એક ઘર નહિ પરંતુ ત્રણ ઘર તારે જેથી કરીને ઘરડાઘરમાં વધારો ના થાય. જે દિવસે શહેરમાં ઘરડાઘરની સંખ્યામાં ઘટાડો થશે ત્યારે સાચા અર્થમાં માતૃ દેવો નમઃ સાર્થક થશે.

    દરેક બાળક એક કોરી સ્લેટ જેવો જોય છે ત્યારે માતા દરેક બાળકની પહેલી શિક્ષક હોય છે એટલેજ જો દરેક માતા પોતાના બાળકોને ચોક્કસ જ્ઞાન આપે અને દરેક માં પણ જો પોતે દીકરી બનીને વિચારે તો કોઈ માતા ને વહુ દીકરા સાથે ગેરસમજણ નહિ થાય. આજે જે પ્રકારે આ યન્ગસ્ટર્સ દ્વારા પહેલ કરવામાં આવી છે અને મધર્સ ડે ની ઉજાવણી ઘરડા ઘરમાં કરવામાં આવી જો સાચા અર્થમાં દરેક યુવાન માં માતૃ દેવો ભવઃ ના સંસ્કાર આવે ત્યારેજ સાચા અર્થમાં મધર્સ ડે કહેવાય.

(10:21 pm IST)