Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ખામર ગામ પાસે મો.સા.પાર્ક કરી જંગલ ખાતાના ફરજ પર ગયેલા વોચમેનની મો.સા.ની ચોરી થતા ફરીયાદ

 
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીકના ખામર ગામ પાસેથી જંગલ ખાતામાં વોચમેન તરીકે ફરજ બજાવતા કર્મચારીની બાઈક ચોરી થતા આમલેથા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત માહિતી મુજબ રણછોડભાઇ જોગીયાભાઇ વસાવા, રહે.બોરીદ્રા તા.નાદોદ ગત 12 એપ્રિલે તેમની જંગલ ખાતા ની વોચમેન ની ફરજ પર હતા ત્યારે ખામર ગામના ઢાળ પાસે આવેલ ઢોળાવ પર પોતાની મોટર સાયકલ નંબર GJ - 22 - F - 3923 કિંમત રૂપિયા આશરે ૨૦,૦૦૦ની સ્ટેરીંગ લોક કરી પાર્ક કરીને જંગલોમા લાગેલ આગ જોવા માટે ગયા હતા તે વખતે કોઇ ચોર ઇસમે તેમની મોટરસાયકલ ચોરી કરી લઇ જતા તેમણે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ કરતા આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:03 am IST)