Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

તાપી જિલ્લાના સોનગઢમાં એક સપ્તાહ સ્વૈચ્છિક બંધનો નિર્ણય : માત્ર દૂધ અને દવા સહિત જરૂરી ચીજવસ્તુની દુકાનો ચાલુ રહેશે

શાકભાજી અને ફ્રુટની દુકાનો સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

તાપી જિલ્લાનું સોનગઢ  પણ આવતી કાલથી સ્વૈચ્છિક બંધ થશે. સોનગઢ આગામી 15 તારીખથી બંધ થશે. સોનગઢ નગર પાલિકા દ્વારા વેપારી મંડળ સાથે ચર્ચા કર્યો બાદ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 15 એપ્રિલ થી 21 એપ્રિલ સુધી સોનગઢમાં લોકડાઉન રહેશે. માત્ર દૂધ અને દવા સહિત આવશ્યક ચીજવસ્તુની દુકાનો ચાલુ રહેશે. જિલ્લાના વ્યારા અને સોનગઢ શહેર આવતીકાલથી એક સપ્તાહ માટે લોકડાઉન થશે. શાકભાજી અને ફ્રુટની દુકાનો સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

(11:46 pm IST)