Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વડનગરમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ : કુદરતી હવામાંથી 1.5 ટન ઓક્સિજન ઉત્પન્ન કરશે

જએમઇઆરએસ સરકારી હોસ્પિટલમાં કેન્દ્ર સરકારે બે કરોડ રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટને મંજૂર કર્યો

વડનગર જએમઇઆરએસ સરકારી હોસ્પિટલમાં કેન્દ્ર સરકારે બે કરોડ રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટને મંજૂર કરતા રાજ્ય સરકાર દ્વારા ઇન્સટોલેશન ખર્ચ ઉઠાવી ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૃ કર્યો છે.

કુદરતી હવામાંથી 1.5 ટન ઓક્સિજન ઉત્પન્ન કરે તેવો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે હાલ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ ખુબ ગંભીર હોવાથી ઓક્સિજનની ખુબ જરૂર પડે છે તેના લીધે આ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. કોરોનાના દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે આ પ્લાન્ટ શરૃ કરવામાં આવ્યો છે.આ પ્લાન્ટ ખુબ ઉપયોગી છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં 160 કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે 600 જમ્બો ઓક્સિજન બોટલની જરૂરીયાત છે તેની સામે 1.5ટન બોટલ જેટલો ઓક્સિજન પુરો પાડશે.કોરોનાની સ્થિતિ હાલ ભયંકર રીતે રાજ્યમાં વધી રહી છે. ઓક્સિજનની તાતી જરૂરિયાત ઉભી થાય છે તેને ધ્યાનમાં લઇને વડનગરમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.

(11:23 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે ચૂંટણી પ્રચાર વર્ચુઅલ રાખવો કે કેમ : ચૂંટણી પંચે 16 એપ્રિલના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી access_time 8:28 pm IST

  • ઉત્તર પ્રદેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : રાજ્યના 12થી વધુ આઈએએસ અધિકારીઓ કોરોના સંક્રમિત : સીએમ કાર્યલયમાં પણ કોરોના ઘુસ્યો : યોગી આદિત્યનાથની ઓફિસમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના વળગ્યો access_time 1:03 am IST

  • ઓરિસ્સામાં કોરોના વેક્સિનની અછત : રાજ્યના 11 જિલ્લાઓમાં રસીકરણ અભિયાન સ્થગિત કરાયું : ઓરિસ્સાના 30 જિલ્લાઓમાંથી 11 જિલ્લાઓમાં વેક્સિનની તંગીને કારણે રસીકરણ અટકી ગયું access_time 1:03 am IST