Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

માંડલ તાલુકામાં ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ ઉજવણી કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ભાજપ સંગઠન ટીમ દ્વારા માંડલના વિવિધ વિસ્તારમાં ગામમાં ડો આંબેડકર 130મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત સદસ્ય, ભાજપ સંગઠન ટીમ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.  અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્ય ભીખાભાઈ કરશનભાઈ વાઘેલા, માંડલ તાલુકા પંચાયત પ્રમુખ મહેશભાઈ બાબુભાઈ પટેલ, ભાજપ સંગઠન પ્રમુખ દશરથભાઇ પટેલ, અમદાવાદ જીલ્લા મંત્રી કીર્તિબેન આચાર્ય, અનુસૂચિત જાતિ અમદાવાદ જિલ્લા મંત્રી હીરાભાઈ સોલંકી , માંડલ તાલુકા પંચાયત ડેલિકેટ ભરતસંગ ઠાકોર સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
  આ ઉપરાંત ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે ભાવાંજલિ કાર્યક્રમ અંતર્ગત માંડલ ખાતે બાબાસાહેબ આંબેડકર છાત્રાલયમાં ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાંઆવી હતી. ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા મંત્રી કીર્તિબેન આચાર્ય, છાત્રાલયના પ્રમુખ મૂળજીભાઈ તથા મંત્રી બાબાભાઈ પંચાસરા ઉપસ્થિત રહ્યા હતા (તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(9:16 pm IST)
  • દેશમાં કોરોના કેસમાં ભયાનક ઉછાળો :પહેલીવાર નવા કેસનો આંક 2 લાખ નજીક પહોંચ્યો : તમામ રેકોર્ડ તૂટયા : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,99,376 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,40,70,890 થઇ :એક્ટિવ કેસ 14,65,877 થયા : વધુ 93,418 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,24,26,146 સાજા થયા :વધુ 1037 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,73,152 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 58,952 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 20,439 કેસ, દિલ્હીમાં 17,282 કેસ , છત્તીસગઢમાં 14,250 કેસ અને કર્ણાટકમાં 11,265 કેસ નોંધાયા access_time 1:12 am IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : પહેલીવાર મૃત્યુઆંક 1 હજારથી વધુ : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રોજ નવા રેકોર્ડ સર્જતાં કેસથી ભારે ફફડાટ : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,85,104 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,38,71,321 થઇ :એક્ટિવ કેસ 13,60,867 થયા : વધુ 82,231 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,23,32,688 સાજા થયા :વધુ 1026 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,72,115 થયો : દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 60,212 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 17,963 કેસ, છત્તીસગઢમાં 15,121 કેસ, દિલ્હીમાં 13,468 કેસ અને કર્ણાટકમાં 8778 કેસ નોંધાયા access_time 12:45 am IST

  • રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ થયા કોરોના સંક્રમિત : સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા access_time 7:57 pm IST