Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં મનપા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરીમાં 500થી વધુ કાચા દબાણો દૂર કરવામાં આવ્યા

ખેડા:જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં કોરોનાને ખાળવા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવેલું જોવા મળ્યું છે. શહેરમાંથી દબાણો દૂર કરવાથી લઈ શાકમાર્કેટ સ્થળાંતરિત કરવા સુધીની કામગીરી પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ડાકોર શહેરમાં પાછલા સમયમાં કોરોના કેસોમાં સતત ઊછાળો આવી રહ્યો છે, ત્યારે નગરપાલિકા તંત્ર સામે લોકોનો રોષ આસમાને પહોંચ્યો છે

ડાકોર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર હોવાથી ઈન્ચાર્જ ચીફ ઓફિસર શહેરમાં આવતાં હોવાની ફરિયાદો લોકોમાં ઊગ્ર બની છે. સ્થિતિમાં પોલીસ વિભાગ દ્વારા કોરોનાને નાથવા માટે વિવિધ ઉપક્રમો હાથ ધરવામાં આવ્યા છે. શહેરમાં સરદારના પૂતળાથી લઈને રણછોડરાયજી મંદિર સુધીના રસ્તા પરથી ૫૦૦ જેટલાં કાચા દબાણ દૂર કરવામાં આવ્યાં છે. ઉપરાંત સંક્રમણ ફેલાતું અટકાવવા શાકમાર્કેટને કુમારશાળાના ખુલ્લા મેદાનમાં  લઈ જવામાં આવ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં પોલીસે ડાકોરમાંથી કુલ ૮૦,૦૦૦ રૂપિયા જેટલો દંડ માસ્ક પહેરનારા નાગરિકો પાસેથી વસૂલ્યો હોવાનું પણ જાણવા મળે છે.

(6:33 pm IST)