Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વડોદરા: ઘર નજીક અપશબ્દો બોલવાની ના ક્હેતા ઉશ્કેરાયેલ શખ્સે પાઇપથી હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા : શહેરના અટલાદરા વિસ્તારમાં  ઘરની સામે ઉભા રહીને ગાળો બોલતા પાડોશીને ગાળો નહી બોલવાનું કહેતા તેણે ઉશ્કેરાઇને પાળિયાથી હુમલો કર્યો હતો.જે અંગે  ઇજાગ્રસ્તે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અટલાદરા સ્વામિનારાયણ મંદિર  પાસે આમલી ફળિયામાં રહેતા કૌશિક અંબાલાલ ચાવડા ટ્રાન્સપેક કંપનીમાં કોન્ટ્રાકટ પર નોકરી કરે છે.તેણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે હું મારા ઘરે હાજર હતો.તે સમયે અમારા ફળિયામાં  રહેતો ભરત પ્રવિણભાઇ ચાવડા મારા ઘર પાસે ઉભો રહીને ગાળો બોલતો હતો.જેથી,મેં તેને ગાળો બોલવાની ના પાડતા તેણે ઉશ્કેરાઇને પાળિયુ લઇ આવી મારા પર હુમલો કરતા મને માથામાં સાધારણ ઇજા પહોંચી  હતી.મારા ભાઇ,પત્ની અને કાકા દોડી આવ્યા હતા.અને મને વધુ મારમાંથી બચાવ્યો હતો.દરમિયાન હુમલાખોર ભાગી છૂટયો હતો.

(6:32 pm IST)
  • રામાનંદ સાગરની ઐતિહાસિક ટીવી શ્રેણી 'રામાયણ' નું પ્રસારણ સ્ટાર ભારત પર ફરી દરરોજ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 4:58 pm IST

  • પશ્ચિમ બંગાળમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે ચૂંટણી પ્રચાર વર્ચુઅલ રાખવો કે કેમ : ચૂંટણી પંચે 16 એપ્રિલના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી access_time 8:28 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : પહેલીવાર મૃત્યુઆંક 1 હજારથી વધુ : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રોજ નવા રેકોર્ડ સર્જતાં કેસથી ભારે ફફડાટ : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,85,104 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,38,71,321 થઇ :એક્ટિવ કેસ 13,60,867 થયા : વધુ 82,231 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,23,32,688 સાજા થયા :વધુ 1026 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,72,115 થયો : દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 60,212 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 17,963 કેસ, છત્તીસગઢમાં 15,121 કેસ, દિલ્હીમાં 13,468 કેસ અને કર્ણાટકમાં 8778 કેસ નોંધાયા access_time 12:45 am IST