Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કોરોના કહેર વચ્ચે સારા સમાચાર: વડનગરની હોસ્પિટલ હવામાથી રોજ 1050 કિલો ઑક્સિજન બનાવશે

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસના કહેરના કારણે હોસ્પિટલોમાં ઑક્સિજનની ભારે માંગ છે. અનેક હોસ્પિટલોમાં માંગ પ્રમાણે ઑક્સિજનન નથી મળી રહ્યો. ઑક્સિજનની તંગી વચ્ચે મહેસાણા જિલ્લાના વડનગરની કોવિડ હોસ્પિટલમાં બનાવાયેલા ઑક્સિજન જનરેશન પ્લાન્ટ દર્દીઓ માટે આશાનું કિરણ બન્યો છે.

આ હોસ્પિટલના પાછળના ભાગમાં ઉભો કરવામાં આવેલા આ પ્લાન્ટમાં હવામાંથી ઑક્સિજન ઉભો કરવામાં આવશે. જેને એક પાઈપ થકી હોસ્પિટલના દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે. કેન્દ્ર સરકારની મદદથી 2 કરોડ રૂપિયાના ખર્ચે ઉભા કરવામાં આવેલા આ પ્લાન્ટમાં પ્રતિદિનિ 1050 કિલોગ્રામ ઑક્સિજનનું ઉપ્તાદન થશે. આ પ્લાન્ટ થકી ઑક્સિજન સપ્લાય શરૂ કરી દેવામાં આવ્યો છે.

વડનગર કોવિડ હોસ્પિટલમાં હાલમાં દર્દીઓથી તમામ બેડ ભરાઈ ચૂક્યાં છે. જેમાંથી 140 દર્દીઓ ઑક્સિજન પર છે. આ માટે દરરોજ ઑક્સિજન બહારથી મંગાવવા પડે છે અને પ્રતિદિન 600 બોટલ ઑક્સિજનનો ઉપયોગ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:  ક્યાં થયો હતો હનુમાનનો જન્મ? બે રાજ્યો વચ્ચે વિવાદ, ISROના વૈજ્ઞાનિક સોંપશે રિપોર્ટ આ અંગે એન્જિનિયર કૃણાલ પટેલ અને જીગર મેવાડાએ જણાવ્યું કે, સૌ પ્રથમ પ્રેશરવાળી હવાને એર કંપ્રેશનરમાં ભરવામાં આવશે. જે રિસીવર ટેન્કમાં જમા થશે. એર ડ્રાયર હવામાં જે ભેજ જમા થશે, તેને શોષી લેશે. જ્યાંથી માત્ર હવામાં એકઠો થયેલો ઑક્સિજન અલગ કરીને ટેન્કમાં મોકલવામાં આવશે. આ પ્રક્રિયાથી તૈયાર થનાર ઑક્સિજનને હોસ્પિટલની પાઈપના માધ્યમથી દર્દીના બેડ સુધી પહોંચાડવામાં આવશે.

(6:06 pm IST)