Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

અરર.... સેક્સ્યુલ હેરશમેન્ટ કરતા શખ્સથી કંટાણી ઓઢવના યુવકે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

આપઘાત પછી મળેલ સુસાઈડ નોટ ના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો

અમદાવાદ: ઓઢવમાં રહેતા 24 વર્ષીય યુવકે ફાંસી ખાઈ આપઘાત કર્યો હતો. મરનારે લખેલી સુસાઈડ નોટ પણ મળી હતી જેમાં તેણે એક શખ્સ તેને સેક્સ્યુલી હરેશમેન્ટ કરતો હોવાનું અને જાનુ જાનુ બોલીને સેક્સ કરવા માટે ફોર્સ કરતો ગુપ્તભાગોએ ટચ કરીને હેરાન કરતો એટલુ જ નહી યુવકને બદનામ પણ કરી રહયો હતો. જેથી કંટાળી જઇ આપઘાત કર્યો હોવાની સુસાઈડ નોટ યુવકના પિતાને મળતા તેમણે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

મુળ મધ્યપ્રદેશના અને હાલ ઓઢવના નિર્મળ પાર્ક સોસાયટીમાં રહેતા 57 વર્ષીય અશોક ભાઈ તેમના પત્ની અને બે દિકરા સાથે રહે છે. બુધવારે સાંજના સમયે અશોકભાઈ જમી પરવારીને તેમના રૂમમાં સુઈ ગયા હતા. સવારે નોકરી જવાના ટાઈમે ઉઠીને જોયુ તો તેમનો નાનો દીકરા નિલેશે ગળે ફાસો ખાઈ લીધો હતો. જેથી નિલેશના રૂમમાં તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં લખ્યુ હતું કે, મેરી મોત કા કારણ સંકેત જસ્વાલ હૈ, ઉસને મુજે મેન્ટલી ઈતના ટોર્ચર કીયા હૈ કી મેરી જીને કી ઈચ્છા ખત્મ કર દી, ઉસને મેરે સાથ સેક્સ્યુલી હરેશમેન્ટ કીયા, વો મુજે રોજ જાનુ જાનુ બોલકર સેક્સ કરને કે લીએ ફોર્સ કીયા કરતા થા, કભી કભી મેરે સાથ ગંદી ગદી હરકતે કરકે ગુપ્તભાગો પે ટચ કરતા થા ઔર ફીર કંપનીમે મુજે હી બદનામ કરવા દીયા ઔર મેરે આત્મસમ્માન કો કુચલ કર રખ દીયા. આપના સમ્માન ખોકર અબ મેરે જીને કી ઈચ્છા ખત્મ હો ગઈ, વો જુઠ ભી બહુત બોલતા હૈ, અગર કાનુન ઉસે સજા નહી દેગા તો મેરે ઈશ્વર ઉસે અવશ્ય દંડીત કરે ગે.

આવી સુસાઈડ નોટ મળી આવતા નિતેશના પિતાએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. જેથી ઓઢવ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને નિતેશના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. બાદમાં મૃતકના પિતા અશોકભાઈની ફરીયાદના આધારે પોલીસે સંકેત જયસ્વાલના વિરુદ્ધમાં દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

(6:29 pm IST)