Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રેમડેસિવર ઇન્જેક્શનની અછત મુદ્દે રાજ્ય સરકાર ની સૂચના અનુસાર જીએમસીએલ ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તમામ જિલ્લા ના કલેક્ટરને વિતરણની સત્તા અપાઈ

રાજકોટ તા.૧૪,રેમડેસિવર ઇન્જેક્શનની અછત  મુદ્દે રાજ્ય સરકાર ની સૂચના અનુસાર જીએમસીએલ ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તમામ જિલ્લા ના કલેક્ટરને  વિતરણની સત્તા અપાઈ છે.

ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો ને રેમડેસિવર વહેંચણી માટે સત્તા અપાઈ છે સરકારી કોવિડ હોસ્પિટલો ને પૂરતો જથ્થો આપ્યા બાદ જો રેમડેસિવર નો સ્ટોક વધે તો એ જથ્થો ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલને વહેંચવા માટે  સત્તા અપાઈ છે.

સરકારી કોવિડ હોય્પિટલો ને જરુરી જથ્થો અપાયા બાદ કઇ ખાનગી કોવિડ હોસ્પિટલ ને કેટલા રેમડેસિવર આપવા તે હવે જે- તે જિલ્લાના કલેક્ટર નક્કી કરશે. આ મુદ્દે આજે વિવિધ જિલ્લાના કલેક્ટરો  પરિપત્ર જાહેર કરશે.

ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ને રેમડેસિવર ઇન્જેક્શન કેવી રીતે મળશે તે મુદ્દે  પરિપત્ર જાહેર કરવામાં આવશે જે -તે કલેક્ટર કચેરી દ્વારા ઇ મેઇલ આઇ ડી જાહેર કરાશે,તે ઇ મેઇલ આઇ ડી પર ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો એ એક -એક દર્દી દીઠ વિગતો અને ટોટલ ડીમાન્ડ રજૂ કરવાની રહેશે.

સરકારી કોવિડ હોસ્પિટલ ને રેમડેસિવર આપ્યા બાદ વધેલા સ્ટોક અને ખાનગી હોસ્પિટલોમા સિરીયસ દર્દીઓ ની પ્રાથમિકતા ના આધારે કલેક્ટર  નિર્ણયો લેશે.

(4:57 pm IST)