Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કોરોના સંક્રમણ વધતા સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલીમાં વિકેન્ડ કર્ફ્યું લાગુ

આગમી 17 એપ્રિલથી દર શનિ અને રવિવારે સંપૂર્ણ કર્ફ્યુ જાહેર: માત્ર જરૂરી ચીજ વસ્તુ અને મેડિકલ સર્વિસ જ ચાલુ રહેશે: 72 કલાક પહેલાનો RTPCRનો નેગેટિવ રિપોર્ટ હશે તો જ એન્ટ્રી મળશે

ગુજરાતમાં કોરોના કેસ માં સતત ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે.જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે .વધતા જતા સંક્રમણને અટકવવા માટે ગુજરાતના અમુક મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.ત્યારે વધતા જતા કેસ ને લઈને સંઘ પ્રદેશ દમણ માં વિકેન્ડ કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે.સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલીમાં કોરોનાના વધતા કેસને લઈને નવી એસઓપી બહાર પાડવામાં આવી છે. જેમાં આગમી 17 એપ્રિલથી દર શનિ અને રવિવારે સંપૂર્ણ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર જરૂરી ચીજ વસ્તુ અને મેડિકલ સર્વિસ જ ચાલુ રહેશે.

આ સાથે જ સંઘ પ્રદેશમાં અન્ય રાજ્યોમાંથી અને વિદેશથી આવતા લોકો માટે 72 કલાક પહેલાનો RTPCRનો નેગેટિવ રિપોર્ટ હશે તો જ એન્ટ્રી મળશે. જોકે આ દરમિયાન રોજિંદા કામ માટે આવનાર મજૂર, કંપનીમાં કામ કરતા માણસો, સરકારી કર્મચારી અને સંઘ પ્રદેશમાં દુકાન ધરાવનાર અવરજવર કરી શકશે. નવી એસઓપીનું જીમ, સલૂન, સ્પા પાર્લર દ્વારા કડક પાલન કરવાનું રહેશે.

(12:43 am IST)
  • કાલે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન : રાજ્ય ચૂંટણી આયોગના આંકડા મુજબ 18 જિલ્લામાં 51176 પોલિંગ બુથ પર મતદાન : 18 જિલ્લાના 31,64,162 મતદારો સવારે 7 થી સાંજે 6 દરમિયાન પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ : અયોધ્યા, આગ્રા, કાનપુર, ગાઝિયાબાદ અને ગોરખપુરમાં થશે મતદાન access_time 12:39 am IST

  • બેન સ્ટોકસ IPLમાંથી બહાર : રાજસ્થાનને ફટકો : રાજસ્થાન રોયલ્સના ૨૯ વર્ષના ઓલરાઉન્ડર બેન સ્ટોકસને ડાબા હાથમાં ઈજા પહોંચતા તે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. પંજાબ સામેના પ્રથમ મેચમાં સ્ટોકસ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. access_time 12:41 pm IST

  • દેશમાં કોરોના કેસમાં ભયાનક ઉછાળો :પહેલીવાર નવા કેસનો આંક 2 લાખ નજીક પહોંચ્યો : તમામ રેકોર્ડ તૂટયા : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,99,376 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,40,70,890 થઇ :એક્ટિવ કેસ 14,65,877 થયા : વધુ 93,418 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,24,26,146 સાજા થયા :વધુ 1037 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,73,152 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 58,952 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 20,439 કેસ, દિલ્હીમાં 17,282 કેસ , છત્તીસગઢમાં 14,250 કેસ અને કર્ણાટકમાં 11,265 કેસ નોંધાયા access_time 1:12 am IST