Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સેવામાં સદાય અગ્રેસર BAPS સંસ્થાનું સ્તુત્ય પગલું: અટલાદરામાં BAPSના યજનાપુરુષ સભાગ્રહ ખાતે 500 બેડની COVID હોસ્પિટલની કામગીરી શરૂ

45 ઓક્સિજન સપોર્ટની જરૂરિયાતવાળા કોવિડ દર્દીઓને ગોત્રી હોસ્પિટલથી ખસેડાયા : સિવિલ વર્ક, ઇલેક્ટ્રિકલ વર્ક અને પાઇપડ ઓક્સિજન લાઇનો સ્થાપિત કરવા અને લિક્વિડ ઓક્સિજન ટેન્ક સહિતની સંપૂર્ણ તૈયારી: બે-ત્રણ દિવસમાં અહીં આઈસીયુ અને વેન્ટિલેટર પણ લગાવાશે: અન્ય સામાજિક - ધાર્મિક સંસ્થાઓને રાહ ચીંધાડનારું સેવાકાર્ય

સુરત : સેવાકાર્યોમાં સદાય અગ્રેસર રહેનાર BAPS સંસ્થાની સેવામાં વધુ એક છોગુ ઉમેરાયું છે અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે 500 બેડ સમર્પિત COVID હોસ્પિટલના પ્રથમ તબક્કાની કામગીરી આજે શરૂ થઈ છે.

સિવિલ વર્ક, ઇલેક્ટ્રિકલ વર્ક અને પાઇપડ ઓક્સિજન લાઇનો સ્થાપિત કરવા અને લિક્વિડ ઓક્સિજન ટેન્ક સહિતની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે જે ફક્ત ચાર દિવસમાં કરવામાં આવે છે.તેમજ આવતા બે-ત્રણ દિવસમાં અહીં આઈસીયુ અને વેન્ટિલેટર પણ લગાવવામાં આવશે

અત્યારે 45 ઓક્સિજન સપોર્ટની જરૂરિયાતવાળા કોવિડ દર્દીઓ ગોત્રી હોસ્પિટલથી અહીં ખસેડવામાં આવી રહ્યા છે તેમ શ્રી જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું છે. .

(11:05 pm IST)