Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

દરેક ચોકીદાર ગરમી, ઠંડી કે વરસાદની પરવા કર્યા વગર પોતાનું કર્મ કરે છે :તેવા સૌ ચોકીદારો પર ગર્વછે.-વિજયભાઈરૂપાણી

કોંગ્રેસમાં ફક્ત અને ફક્ત વંશવાદ છે. જે લોકો વિદેશમાં ભણી,વિદેશમાંપરણી,વિદેશનાપ્રભાવ નીચે, સીધા કોકપિટમાંથી પ્રધાનમંત્રી બને એમને શું ખબર કે ગરીબી શું છે?

આચૂંટણીમાં ચોકીદારનો ભવ્ય વિજય થાય અને ચોરો પરાસ્ત થાયતે ભાવનાથી ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનું નિશાન એવા કમલ પર બટન બતાવી ભાજપના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે“મૈ ભી ચોકીદાર”કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં ઉપસ્થિત ચોકીદારોને સબધોન કરતા જણાવ્યું હતું .

મુખ્યમંત્રીએજણાવ્યુંહતુંકે, આજના આકાર્યક્રમમાં પ્રમાણિકતા-ઈમાનદારીથી પોતાના જીવના ભોગે બીજાની સંપત્તિ મિલકતોની ચોકીદારી કરનાર ચોકીદારો વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છે, તેમનો હુંહૃદયપૂર્વક આભાર માનું છું. દરેક ચોકીદાર ગરમી, ઠંડી કે વરસાદની પરવા કર્યા વગર પોતાનુ કર્મ કરતો જાય છે તેવા સૌ ચોકીદારો પર મને ખુબ જ ગર્વ છે અને જેમના કારણે પ્રજા સુરક્ષિત હોવાનો અહેસાસ કરે છે,  તે વા સૌ ચોકીદારો પર મને ખૂબ ગર્વ છે. પણ  કમનસીબી અને દુઃખની વાત એ છે કે,કોંગ્રેસ આવા નિષ્ઠાવાન અને પ્રામાણિક ચોકીદારોને ચોર કહી રહી છે.

વિડંબના છે કે ભૂતકાળમાં દેશને માજા મૂકીને લૂંટનારા લોકો આજે દેશના ચોકીદાર પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈમોદીને ચોર કહી રહ્યા છે. ૨૦૧૪માં નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, તેઓ બાળપણમાં ચા વેચીને મોટા થયા છે, ત્યારે પણ આ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે શું આ ચાવાળો દેશનો પ્રધાનમંત્રી બનશે? ચાવાળો દેશનો પ્રધાનમંત્રી ન બની શકે,  ચાવાળો દેશ ના ચલાવી શકે, આવું કહીને સમગ્ર દેશના ચાવાળાઓનું અપમાન કર્યું હતું.  સમગ્રદેશના ચાવાળા નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં ઊતરીઆવ્યાહતા. ૨૦૧૪માં સમગ્ર દેશના ચાવાળાઓએ કોંગ્રેસને કહ્યુંહતું,  અમે ચા વેચીએ છીએ દેશ નથી વેચતા,અને  ચા વેચીને ગરીબીમાં ઉછરેલા નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી  બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 

શ્રીનરેન્દ્રભાઇ મોદીએ પોતાની માતાને રસોડામાં ધુમાડામાં જમવાનું બનાવતા જોયા છે,  પગપાળા કે સાઇકલ પર ચાલીને દિવસો પસાર કરનારા  નરેન્દ્રભાઈને ખબર છે કે, મહેનત અને પરિશ્રમ શું છે . દેશના ગરીબ વર્ગને થતી તકલીફોમાંથી આપણાવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભૂતકાળમાં સ્વયં પસાર થઇચૂકેલા છે.  તેથી જ આપણે નસીબદાર છીએ

 

(6:15 pm IST)