Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ એન્ડ સ્મોલ કોઝ કોર્ટનું ઉદધાટન કરતાં કાર્યકારી ચીફ જસ્ટિસ એ.એસ.દવે

આ કોર્ટ સંકુલ મંદિર,મસ્જીદ,ચર્ચની વચ્ચે આવેલું છે,જે સર્વધર્મ સમભાવની પ્રતિતિ કરાવે છે.

અમદાવાદ :સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ એન્ડ સ્મોલ કોઝ કોર્ટનું ઉદધાટન ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત એસ.દવેએ કર્યુ હતું.

  કાર્યકારી ચીફ જસ્ટિસે જણાવ્યું કે,રામનવમી ચૈત્રી નવરાત્રીનાં આખરી દિવસ, બૈસાખી જેવાં પવિત્ર દિવસે આ નવા ન્યાયસંકુલનું ઉદ્ધધાટન થયું છે. આ ઉપરાંત આ કોર્ટ સંકુલ મંદિર,મસ્જીદ,ચર્ચની વચ્ચે આવેલું છે,જે સર્વધર્મ સમભાવની પ્રતિતિ કરાવે છે.
  કાર્યકારી ચીફ જસ્ટિસએ ગઝલકાર અને કવિ આદિલ મન્સૂરીની પંકિતઓ ’’નદીની રેતમાં રમતું આ નગર મળે ન મળે ’’ રજૂ કરી અમદાવાદ શહેરની ઐતિહાસિકતા અને પુરાતનતાને વ્યકત કરી હતી.
  ગુજરાત કલબનાં પ્રાંગણમાં જ બનેલ કોર્ટ સંકુલનુ ઉદધાટન કરતાં પોતાને ખુશનશીબ ગણાવતા તેમણે કહ્યું કે,આ કલબ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામની પાયોનીયર છે. કારણ કે, અહીં સરદાર વલ્લભભાઇ પટેલ, દાદા માવલંકર બ્રિજની રમત રમવાં સાથે વકીલાત પણ કરતાં હતાં, ગાંધીજીએ પણ આ સંકુલની મૂલાકાત લીધી હતી તે દ્રષ્ટિએ આ જગ્યા ઐતિહાસિક છે.  અદ્યતન સુવિધાઓ,વકીલો માટે પણ એ.સી જગ્યા એ.સી કોર્ટ રૂમ,વાંચનાલય સાથેનીઅદભૂત બનેલ આ ઇમારત યથાતથ જળવાઇ રહે તે માટે ઉપસ્થિત વકીલોને તેમણે અપીલ કરી હતી.
   આ અવસરે હાઇકોર્ટનાં જસ્ટિસ એ.જે.દેસાઇ, સાથે કાર્યકારી ચીફ જસ્ટિસશ્રીએ સમગ્ર કોર્ટ સંકુલનાં વિવિધ વિભાગોની મુલાકાત લઇ પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી.
આ પ્રસંગે જસ્ટિસ એ.જે.દેસાઇ અમદાવાદ બાદ એસોસીએશનનાં પ્રમુખશ્રી પરેશભાઇ જાનીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા કતાં સિટિ સિવિલ કોર્ટનાં પ્રિન્સીપલ જજ એમ.કે.દવેએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
કોર્ટ સંકુલનાં ઉદધાટન પ્રસંગે સ્મોલ કોઝ કોર્ટનાં ચીફ જજશ્રી વાય.એ.ભાવસાર,ગુજરાત બાર એસોસીએસનાં પ્રમુખ દિપેન દવે, સ્મોલ કોઝ બાર એસોસીએશનનાં પ્રમુખ જે.બી.પ્રજાપતિ, હાઇકોર્ટનાં જસ્ટિસશ્રીઓ ડિસ્ટ્રિકટ જજો,વકીલો તથા ન્યાય જગતનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા

(5:59 pm IST)
  • કમલનાથે કાર્યકરોને લગાવી ફટકાર :કહ્યું હવે નહિ સુધારો તો ક્યારે સુધારશો :મધ્યપ્રદેશમાં 15 વર્ષ પછી સતામાં આવેલ કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં તનતોડ મહેનત કરે છે :મુખ્યમંત્રી કાર્યકરોને સતત સલાહ આપે છે :રિવામાં કાર્યકરોના સંમેલનમાં કમલનાથે વિધાનસભામાં પરાજયનું ઉદાહરણ આપીને કહ્યું હવે નહીં સુધારો તો ક્યારે સુધારશો access_time 10:59 pm IST

  • હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસનો સૌથી મોટો સ્ટાર પ્રચારક બન્યો.:કોંગ્રેસે હાર્દિકને પ્રચાર માટે હેલિકોપ્ટર ફાળવ્યું:રાહુલ-પ્રિયંકા બાદ ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બન્યો હાર્દિક. આગામી 7 દિવસમાં હાર્દિક 50થી વધુ સભાઓ સંબોધશે. access_time 5:08 pm IST

  • જો મોદી ફરીવાર વડપ્રધાન બનશે તો આંબેડકરે લખેલું બંધારણ બરબાદ થઇ જશે :કોંગ્રેસ અને જેડીએસની સંયુક્ત જનસભાને સંબોધતા પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ કહ્યું કે 282 સીટ જીત્યા બાદ અહંકારમાં ચૂર પીએમ મોદી દેશને બરબાદ કરવા આવ્યા છે access_time 12:52 am IST