Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

સાંસદ મોહનભાઇ કુંડારિયાનો ઓડિયો કલીપ વાયરલ :જિલ્લા પંચાયતના કોંગી સભ્ય નાનુભાઈ ડોડીયાને 70થી 75 ટકા મત નહીં મળે તો મંડળી બંધ કરાવી દેવાની ધમકી

રાજકોટ લોકસભા બેઠકના ભજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાની ઓડિયો કલીપ વાઇરલ થઇ છે કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય નાનુભાઈ ડોડીયા સાથેની વાતચીતની ઓડિયો કલીપ વાઇરલ થઇ છે જેમાં મોહનભાઇ કુંડારીયા ૭૦ ટકા મત નહિ મળે તો મંડળી બંધ કરી દેવાની ધમકી આપી હતી નાનુભાઈએ કહ્યું ધમકી ના આપો, કહો તો રાજીનામુ આપી દઈશ
  ભાજપના  લોકસભા ઉમેદવાર અને વર્તમાન સાંસદ મોહન કુંડારિયા પર કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય નાનુભાઈ ડોડીયાએ આરોપ લગાવ્યો છે કે, તેમને મોહનભાઇ દ્વારા મત માટે ધમકી ભર્યો ફોન કરવામાં આવ્યો છે.
   લોકસભાની ચૂંટણી જાહેરતા બાદ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ઓડિયો-વીડિયો ક્લીપ વાયરલ થઇ છે ગઈકાલે રાજકોટ જિલ્લામાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવડિયાને લોકો પ્રશ્ન પૂછતાં હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારબાદ આજે રાજકોટ ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા દ્વારા ભાજપને 70થી 75 ટકા મત મળે તે માટે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગી સભ્ય નાનુભાઈ ડોડીયાને ધમકી ભર્યો ફોન કરવાનો ઓડિયો વાઈરલ થયો છે.

(5:05 pm IST)