Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

વસ્ત્રાપુર રિજન્ટ પાર્કમાં દારૂની મહેફિલ માણતાં દસ ઝડપાયા

ઝડપાયેલામાં સગા ભાઇ-બહેન, પતિ-પત્ની સામેલ : મોહિલ પટેલ નામના યુવકનો બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી પાર્ટી યોજી : ત્રણ યુવતી સહિત ૧૦ની ધરપકડ

અમદાવાદ,તા. ૧૪ : શહેરના બોડકદેવના રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર દારૂની મહેફિલ માણતા ત્રણ યુવતી સહિત ૧૦ લોકો રંગેહાથ પકડાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચોંકાવનારી વાત તો એ હતી કે, વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરેલ આરોપીઓમાં સગા ભાઈ- બહેન અને પતિ-પત્ની પણ ઝડપાયા હતા. રિજન્ટ પાર્કમાં રહેતો અને નાગપુરમાં નોકરી કરતો મોહિલ પટેલ નામના યુવકનો બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે દારૂની પાર્ટી કરી હતી. જો કે, દારૂની મહેફિલ માણતાં આરોપીઓ રંગેહાથ ઝડપાઇ જતાં તેમની ઉજવણીના રંગમાં ભંગ પડયો હતો. વસ્ત્રાપુર પોલીસે ત્રણ યુવતી સહિત દસ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. વસ્ત્રાપુર પોલીસને માહિતી મળી હતી કે, રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર યુવક યુવતીઓની દારૂની મહેફિલ ચાલે છે. પોલીસે ચાર નંબરના બંગલામાં રેડ કરી ત્રણ યુવતીઓ અને ૭ યુવકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધાં હતાં. પોલીસને ઘટનાસ્થળેથી બે ખાલી દારૂની બોટલો મળી હતી. પોલીસે હાજર એક શખ્સની પૂછપરછ તેનું નામ મોહિલ પટેલ હોવાનું જણાવ્યુ હતું. મોહિલનો બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે પાર્ટી કરી હતી. પોલીસે તમામની ધરપકડ કરી હતી. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સભ્યસમાજમાં અને જાગૃત નાગરિકોમાં આજની યુવા પેઢી આ રીતે દારૂ અને નશાના રવાડે ચઢીગઇ હોવાની ઘટનાથી ચિંતિત અને વ્યથિત બની હતી. ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ પણ હવેદારૂ કે નશાના રવાડે ચઢી જવાછતાં છોછ કે શરમ નથી અનુભવતી તે, સમાજની વાસ્તવિકતા રજૂ કરે છે, જેને લઇ ખુદ સમાજે જ હવે આ મામલે ચિંતન કરવાની જરૂરિયાત જણાઇ રહી છે.

પકડાયેલા આરોપીઓ

*   અમરનાથ યાત્રા શાંતિપૂર્ણરીતે જારી

*   મોહિલ પટેલ (ઉ.વ ૨૭, રિજન્ટ પાર્ક બંગલોઝ, બોડકદેવ)

*   કિર્તન પટેલ (ઉ.વ ૨૩, સોમેશ્વર પાર્ક, થલતેજ)

*   ગિરીશ ફુલવાણી (ઉ.વ ૨૬, હરેકૃષ્ણ ટાવર, ઉસ્માનપુરા)

*   કરણ પટેલ (ઉ.વ ૨૪, ત્રિશુલા ટાવર, હેબતપુર)

*   ચિરંતન વિક્રમ શાહ (ઉ.વ ૨૭, વર્ધમાન ફ્લેટ, નવરંગપુરા)

*   શીખા વિક્રમ શાહ (ઉ.વ ૨૬, વર્ધમાન એપાર્ટમેન્ટ, નવરંગપુરા)

*   કુશાન કંસારા (ઉ.વ ૨૬, કપિધ્વજ બંગલોઝ, સેટેલાઇટ)

*   હિમાની કુશાન કંસારા (ઉ.વ ૨૪, કપિધ્વજ બંગલોઝ, સેટેલાઈટ)

*   રિષભ ગુપ્તા (ઉ.વ ૨૪, ત્રિશુલ વાટિકા, હેબતપુર)

*   દેવયાની પટેલ (ઉ.વ ૨૫, હિન્દૂ કોલોની, નવરંગપુરા)

(9:36 pm IST)