Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ભાજપની તોડજોડની નીતિ સામે હાર્દિકના આકરા પ્રહારો: ભાજપને ડર છે હારવાનો એટલે ધારાસભ્‍યો ખેડવી પોતાના પક્ષમાં ખેચી જાય છે

સાબરકાંઠા :સાબરકાંઠા જfલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરા ગામે કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી પ્રચાર સભા હાર્દિક પટેલે હાજરી આપી હતી. પાટીદાર સમાજના ગામમાં પ્રચાર સભા યોજવા દરમ્યાન સમાજ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, પોતે કોંગ્રેસ પક્ષમાં જોડાવવાના નિર્ણય માટે સરદાર પટેલનો પક્ષ હોવાથી કોંગ્રેસમાં જોડાયો હતો. તો લલિત વસોયા દ્વારા ભાજપ પર કરેલા ખરીદીના આક્ષેપોને હાર્દિકે સમર્થન આપ્યું હતું.

હાર્દિક પટેલે પાટીદારોના ગામમાં કોંગ્રેસમાં જોડાવવાને લઇને થઇ રહેલી ચર્ચાને લઇને ખુલાસો કર્યો હતો. ભાજપ પર પ્રહાર કરતા તેણે કહ્યું હતું કે, ભાજપે ભગવાન રામને છેતર્યા છે અને રામના નામે મત મેળવ્યા હતા. પણ હવે રામને છેતરનારાઓને મત નહિ આપવા માટે અપીલ કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. લલિત વસોયા એ ભાજપ દ્વારા કોંગ્રેસી પદાધિકારીઓની ખરીદીને લઇને રૂપિયાની લાલચ અપાતી હોવાના આક્ષેપોને સમર્થન આપ્યું હતું અને ભાજપ ડરના માર્યા આમ ખરીદી કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

તો સાથે જ બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરવાને લઇને જવાનોના આ કામને આવકાર્યું હતું. પણ તેની પર રાજનિતી ન કરવાનુ કહી વડાપ્રધાન એ વાતને ભુલી ગયા હોવાનુ પણ તેણે કહ્યું હતું. તો પુલવામાની ઘટનામાં વપરાયેલા આરડીએક્સનો એવડો મોટો ઝથ્થો દેશમાં આવ્યો ક્યાંથી એ તપાસ થવી જોઇએ એમ કહી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેણે કહ્યું હતું કે, બાલાકોટા પર એર સ્ટ્રાઇકના હુમલાને આવકારીએ છીએ, પણ એ ઘટના માટે આરડીએક્સ આટલી મોટી માત્રામાં કેવી રીતે દેશમાં આવ્યો તે શોધતા નથી તે શોધવો જરૂરી છે.

(1:09 pm IST)
  • રાજસ્થાનના અલવર જિલ્લામાં કોંગ્રેસની જૂથબંધીનું વરવું પ્રદર્શન :બે જૂથો વચ્ચે છૂટાહાથે મારામારી :જિલ્લાના બહરોડ કસબામાં ચૂંટણી સભામાં કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્રસિંહ ભંવર અને શ્રમ મંત્રી ટીકારામ જુલીની હાજરીમાં બે જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી access_time 11:04 pm IST

  • મનસેના પ્રમુખ રાજઠાકરે કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારોના સમર્થનમાં કરશે રેલી-સભા : એક્સમયના કટ્ટર વિરોધી રાજઠાકરે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપીનો કરશે પ્રચાર ; રાજઠાકરે મહારષ્ટ્રમાં 11 સભાઓ કરશે ; કોંગ્રેસના 4 ઉમેદવારો અને એનસીપીના 2 ઉમેદવારો માટે સભા કરશે access_time 1:02 am IST

  • પાકિસ્તાનને નરેન્દ્રભાઈ મોદીથી ઉત્તમ વડાપ્રધાન નહિ મળી શકે ;દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેને સમજમાં નથી આવતું કે ઇમરાનખાન અને નરેન્દ્રભાઈ મોદી વચ્ચે શું પાકી રહયું છે :પાકિસ્તાની પીએમ ઇમરાનખાને નવી સરકાર બનતા પીએમ મોદી સાથે શાંતિ મંત્રણા કરવા ઈંચ્છા બતાવ્યા બાદ મોદી વિરોધપક્ષના નિશાન પર છે અને સંદેહ વ્યક્ત કરીને વિપક્ષી નેતાઓ પ્રહાર કરે છે access_time 12:56 am IST