Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

સુરતમાં ચાર કિસ્સામાં બે આંગડિયા પેઢીના ૬૦ લાખ મળી ૮૬.૪૭ લાખની રોકડ જપ્ત

ચૂ઼ટણી પૂર્વે સ્ટેટિક ટીમ અન આઇ.ટી. વિભાગની તવાઇથી ખળભળાટ

સુરતઃ લોકસભાની ચૂંટણીની અસરને કારણે આંગડિયા પેઢી પર ભીંસ વધી છે. તો સ્ટેટિક સર્વૈલન્સ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં આંગડીયા પેઢીમાંથી ૬૦ લાખ તથા એરપોર્ટ પરથી ૧ર લાખ અને મરોલી (નવસારી) નજીકથી ૧૪.૪૭ લાખની રોકડ મળી ત્રણ ૮૬.૪૭ લાખની શંકાના આધારે ઝડપી  લેવામાં આવી છે.

સુરત સ્ટેટિક ટીમે કોલકતાથી સુરત આવેલી ફલાઇટમાંથી સમીર નામના વેપારીને ૧ર લાખની રોકડ સાથે ઝડપી લીધો હતો. વેપારીએ આ રકમ કોલકતામાં એક પ્રદર્શનમા સ્ટોલ ભાડે રાખ્યો હોય તેની સાથે હોવાનો દાવો કર્યો હતો. અધિકારીઓએ વેરીફીકેશન હાથ ધરેલ છે.

આઇ.ટી. વિભાગે બાતમીના આધારે વરાછા વિસ્તારની ચીનુ અને મહીધરપુરાની અંબેલાલાલ હરેગોવન આંગડિયા પેઢીમાં તપાસ કરી ૬૦ લાખની રોકડ જપ્ત કરી છે.

મરોલી ચાર રસ્તા પરથી એક સેન્ટ્રોમાંથી ૧૪.૪૭ લાખની રકમ સાથે નવસારીના વિજલપોરના શખ્સને ઝડપી તપાસ હાથ ધરવામાં આવી છે. આ શખસે આ નાણાં ઉઘરાણીના હોવાનું જણાવ્યું છે.

(12:16 pm IST)