Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

અલ્‍પેશ ઠાકોરથી નારાજ કોંગ્રેસ તેમનું ધારાસભ્‍ય પદ છીનવી લે તો નવાઇ નહિ

ગાંધીનગર : કોંગ્રેસની ટિકિટ પરથી રાધનપુર બેઠક જીતનાર અને પ્રથમ વાર ધારાસભ્ય બનનાર અલ્પેશ ઠાકોરે સંકટ સમયે કોંગ્રેસને દગો આપ્યો છે. કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું ધરી દઇને જાહેરમાં કોંગ્રેસની નીતિની અલ્પેશ આકરી ટીકા કરી છે. ઉપરાંત ખુબ ગંભીર આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસમાં પૈસા લઈને ટિકિટનું વેચાણ કરવામાં આવે છે.

અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર ત્રણેય ધારાસભ્યો હાલમાં ભાજપમાં જોડાયા નથી, પરંતુ અમિત શાહની સુચના મુજબ ભાજપની બી ટીમ તરીકે કાર્ય કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી સમયે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ માટે ખૂબ સારો માહોલ છે. આવા સમયમાં કોંગ્રેસને નુકસાન થાય રીતે કાર્યવાહી અલ્પેશ ઠાકોર કરી રહ્યો છે. જોકે કોંગ્રેસ હાઇકમાન્ડે પણ હવે વળતો પ્રહાર કર્યો છે. બે દિવસ રાહ જોયા બાદ આજથી કોંગ્રેસ ઇલેક્શન મોડમાં આવી ગઈ છે.

સિનિયર વકીલો સાથે અલ્પેશના મુદ્દે ગંભીર ચર્ચા વિચારણા કરી છે તેમજ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે તો તેવી સ્થિતિમાં અલ્પેશ પાસે કોર્ટની અંદર બીજા કયા વિકલ્પો બચી રહે છે તેની જાણકારી કોંગ્રેસના નેતાઓ મેળવે છે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ એક રદ વખત થયા બાદ કોઈપણ ભોગે કોર્ટમાં તેની તરફેણમાં ચુકાદો આવે તે પ્રકારની કડક કાર્યવાહી કરવાની યોજના કોંગ્રેસની છે.

સૂત્રો જણાવે છે કે અલ્પેશ ઠાકોરનું ધરાસભ્યપદ છીનવવા માટે કોંગ્રેસે સિનિયર વકીલો પાસે એક ડ્રાફ્ટ બનાવવાનું કહી દીધું છે. આથી 8 વકીલોની ટીમે તૈયાર ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે. ધારાસભ્ય પદ રદ થયા બાદ અલ્પેશ ઠાકોર દ્વારા કોર્ટની અંદર લડત આપવામાં આવશે. એવી શક્યતાઓ ધ્યાનમાં રાખીને ડ્રાફ્ટના મુદ્દાઓ તૈયાર થઈ રહ્યા છે. ડ્રાફ્ટ તૈયાર થયા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ડ્રાફ્ટને બતાવવામાં આવશે અને તેની મંજૂરી મળતા કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાશે. સૂત્રો જણાવે છે કે આજે અને આવતી કાલે કોંગ્રેસ હાઈ કમાન્ડ તમામની ચર્ચા વિચારણા અને સમીક્ષા કર્યા બાદ અલ્પેશ ઠાકોરનું ધરાસભ્યપદ છીનવવા માટે સોમવારે ફાઇનલ એક્શન લેશે.

 

 

(11:42 am IST)