Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

અમદાવાદના લાલ દરવાજા નજીક ૧૦ કિલો ચરસ સાથે બે કાશ્મીરી સહિત ત્રણની શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની હોઈ રાજ્યના મોટા શહેરો અને અનેક જિલ્લાઓમાં મોટા પાયે કેફીદ્રવ્યોની હેરાફેરી થતી હોય છે. ત્યારે શહેરના લાલ દરવાજા નજીકથી 10 કિલો ચરસ સાથે બે કાશ્મીરી યુવક સહિત ત્રણની શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી હતી. બે કાશ્મીરી યુવક અમદાવાદમાં ડીલ કરવામાં આવ્યું હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત એનસીબીને મળી હતી. જેથી બંને એજન્સીઓ સરદાર બાગ પાસે વોચમાં ગોઠવાઈ હતી. અને શહેર ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયને ઝડપી 10 કિલો ચરસ કબજે કર્યું હતું. ગુજરાતમાં અનેક મોટા શહેરોમાં યુવાધનમાં કેફી દ્રવ્યોનું સેવન કરવાની ફરીયાદો વધી રહી છે. ત્યારે શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સરદારબાગ પાસે ચરસની ડીલ કરવા બે યુવાન આવવાના છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વોચમાં ગોઠવાઈ હતી. આ દરમિયાન એમસીબીની ટીમના અધિકારીઓ પણ આરોપીઓને પકડવા સરદાર બાગ પહોંચી ગયા હતી. ત્યારે બે શખસ ચરસની ડીલ કરવા માટે ત્યાં આવીને ઊભા રહ્યાં હતા અને એક અન્ય શખસ રિક્ષા લઈને આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ અને એનસીબીના અધિકારીઓએ ત્રણેયને ઝડપી લીધા હતા અને તેમની આકરી પૂછપરછ કરતા તેમણે તેમનું નામ જમીલ અહેમદ બટ્ટ, સબ્બીર અહેમદ જણાવ્યું હતું અને આ ચરસ કાશ્મીરના કુપવાડાથી લાવી અમદાવાદમાં દરિયાપુરમાં રહેતા એક શખસને આપવાના હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:31 am IST)