Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

સુરજદાદાના આકરા મિજાજ... અમદાવાદમાં ૪૩ ડિગ્રી તાપમાનઃ ગરમીના કારણે લોકો પરેશાનઃ બે હજારથી વધુ લોકોને હિટ સ્ટ્રોકની અસર

અમદાવાદ: ગુજરાતમાં તાપમાનનો પારો એકોએક 43 ડીગ્રી ઉચો જતાં તેની સીધી અસર લોકોના આરોગ્યપર થતાં ગરમીનું પ્રમાણ વધી જતાં રાજ્યમાં અને જિલ્લાઓ, તાલકાઓ અને ગામડાઓમાં લોકોને લૂ લાગવાના અને ગરમીમાં પાણીજન્યરોગ ચાળારોગો માથુ ઉચકતાં રાજ્યના આરોગ્ય કેન્દ્રો દર્દીઓથી ઠેર ઠેર ઉભરીઈ રહ્યા છે. રાજ્યમાં તા.1લી માર્ચથી અત્યાર સુધીમાં 4500થી વધુ પાણીજન્ય રોગચાળાના કેસો નોધાયા હતા. જ્યારે એકલા અમદાવાદ જિલ્લામાં અને શહેરમાં એપ્રિલમાં છેલ્લા 12 દિવસમાં હીટસ્ટ્રોકનાં બે હજારથી વધુ કેસ જ્યારે પાણીજન્ય રોગચાળાના 1236 કેસ નોધાયા હતા. જ્યારે ગરમીને કારણે બેભાન થઈ જવાના 384 કેસ ફક્ત અમદાવાદમા નોધાયા હતા. ઉપરાંત ટાઇફોઇડ, ઝાડા ઊલટીના, કમળાના અને ટાઈફોઈડના અનેક કેસ નોંધાયા હતા. સરકારના આરોગ્ય વિભાગની બેદરકારીને લઈ આરોગ્ય કેન્દ્રો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઉનાળામાં ગરમી વધી જતાં રાજ્યમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચકતાં શહેરો, જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાના આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલો દદીઓથી ઠેર ઠેર ઉભરાઈ રહ્યા છે. તા.1લી માર્ચથી અત્યાર સુધીમાં રાજ્યમાં 4500 જેટલા દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યારે આ આંકડો વધુ હોવાનું બીનસત્તાવાર સૂત્રોએ જણાવ્યુ હતું. જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓની સંખ્યા આનાથી વધુ હોવાનું જાણવા મળે છે. હતા. જ્યારે પાણીજન્ય રોગચાળા ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાએ પણ શહેરમાં માઝા મૂકી છે. એપ્રિલ માસમાં સાદા મેલેરિયાના 248 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા બે દિવસમાં જ પેટના દુખાવાના 96, હાઈ બ્લડપ્રેશરના 16, છાતીમાં દુખાવાના-37, ગરમીમાં ચક્કર આવવાના 36, પડી જવાના 46, ઝાડા ઊલટીના 50 અને ગરમીથી બેભાન થઈ જવાના 61 કેસ સાથે કુલ 341 કેસ નોંધાયા હતા. આમ ગરમી વધી જતાં તેની સીધી અસર લોકોના આરોગ્ય પર અસર ગંભીરપ્રમાણમાં વધી રહી છે.

 

(11:31 am IST)